બીબી ક્રીમ શું કામ કરે છે ? તે કોણ લગાવી શકે ? - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • બીબી ક્રીમ શું કામ કરે છે ? તે કોણ લગાવી શકે ?

બીબી ક્રીમ શું કામ કરે છે ? તે કોણ લગાવી શકે ?

 | 1:10 am IST

બ્યુટી ક્વેરીઃ ખ્યાતિ દેસાઈ

પ્રશ્ન : મારી ઉંમર ૨૧ વર્ષની છે, મારા હોઠ બહુ જ બ્લેક છે, તેનાથી મને ઘણી વખત શરમ આવે છે. કોઇપણ લિપસ્ટિક પણ સારી નથી લાગતી, તો હોઠ પરની કાળાશ દૂર કરવા માટે કોઇ ઉપાય જણાવો.

જવાબ : મલાઇમાં ચપટી હળદર મિક્સ કરો અને હળવા હાથે હોઠ પર મસાજ કરો, તેનાથી હોઠની કાળાશ દૂર થશે. આ ઉપરાંત હોઠ પર મધ પણ લગાવી શકો છો.

પ્રશ્ન : મારી સ્કિન નોર્મલ છે, બીબી ક્રીમ શું છે ? તેના વિશે સાંભળ્યું છે, તો શું હું તે વાપરી શકું? મને તેની આડઅસર નહીં થાય ને?

જવાબ : બ્યુટી બેનિફિટ ક્રીમનો તમે ચોક્કસ ઉપયોગ કરી શકો છો, તેની આડઅસર ન થાય તે માટે તમે પહેલા તે ક્રીમને તમારી હથેડીના ઉપરના ભાગમાં લગાવી જોવો. જો કંઇ પ્રોબ્લેમ ન થાય તો તમે બીબી ક્રીમનો યુઝ કરી શકો છો. પરંતુ બીબી ક્રીમ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ક્રીમ તમારી સ્કિનટોન પ્રમાણેની જ હોય.

પ્ર્રશ્ન : મારી ડાર્ક સ્કિન છે, અને મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન છે, તો મારી સ્કિન પ્રમાણે મેકઅપ કરતી વખતે કેવા બ્લશર વધુ સારા લાગી શકે?

જવાબ : સ્કિનટોન પ્રમાણે બ્લશર કરવા જોઇએ. ડાર્ક સ્કિન હોય તો ડીપ રેડ ટોન્સ, રિચ રોઝ, બ્રિક રેડ્સ, રસ્ટ, બરગંડી વગેરે જેવા કલર્સના બ્લશર કરો. મેકઅપ કરતી વખતે બ્લશર કરવાથી સ્કિન ગ્લોઇંગ દેખાય છે.