BB13 ex contestant Arhaan Khan 's Ex girlfriend arrested in police raid
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ જગતમાં ગરમાવો, સેક્સ રેકેટમાં ફાઇવ સ્ટાર હોટલમાંથી ઝડપાઇ નામી અભિનેત્રી

બોલિવૂડ જગતમાં ગરમાવો, સેક્સ રેકેટમાં ફાઇવ સ્ટાર હોટલમાંથી ઝડપાઇ નામી અભિનેત્રી

 | 2:48 pm IST

બિગ બોસ કંટેસ્ટેન્ટ અરહાન ખાનની એક્સ ગર્લફ્રેંડ અમૃતા ધનોઆ વધુ એક વખત ખબરોમાં આવી ગઇ છે. મુંબઇ પોલીસે શુક્રવાર રાત્રે અમૃતાને ગોરેગાંવ ઇસ્ટની એક હોટલથી તેની ધરપકડ કરી છે. પોલીસ રેડમાં અમૃતાની મુંબઇના ફાઇવસ્ટાર હોટલથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં અમૃતા સિવાય વધુ એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ ઋચા સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે એક ટીમ મળ્યા બાદ આ હોટલમાં રેડ કરી હતી. DCP, Dr D Swamyને આ અંગે બાતમી મળતા જ તેના પર એક્શન લીધુ. પોલીસે નકલી કસ્ટમર બનીને રેકેટ ચલાવનારાથી સંપર્ક કર્યો હતો. અમૃતાને પોલીસ રેડમાં એરેસ્ટ કરવામાં આવી. Dindoshi પોલીસના સિનીયર PI Dharnendra Kambleએ જણાવ્યું કે, જે બંન્ને અભિનેત્રીઓની ધરપકડ કરવામાં આવી છે તે બંન્ને સેક્સ રેકેટનો ભાગ હતી. બંન્ને અભિનેત્રીઓને સેક્શન 370 (3), આઇપીસી 34 અને સેક્શન 4,5 (અનૈતિક ટ્રાફિકિંગ એક્ટ નિવારણ) અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બે એસ્કોર્ટસને પણ બચાવી અને જાણકારી મળી કે તે બંન્ને અમૃતા અને ઋચા સાથે કોઓર્ડિનેટ કરી રહી હતી, જે હોટલની આસપાસના વિસ્તારમાં હતી. જ્યારે અમૃતાને રેડ વિશે જાણકારી મળઈ તો તેને ઘટનાસ્થળથી ભાગવાની કોશિશ કરી પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

તમને જણાવી દઇએ કે, અમૃતા બિગ બોસ કન્ટેસ્ટન્ટ અરહાન ખાનની એક્સ ગર્લફ્રેંડ છે. અમૃતા ધનોઆએ અરહાન ખાન પર દગો આપવા અને ઠગવાનો આરોપ લગાવ્યો હતો. તેણે અરહાન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

આ વીડિયો પણ જુઓ : રાજુલા રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન