BCB ban Shahadat Hossain for Five years for Bed Behavior
  • Home
  • Sports
  • Cricket
  • પત્ની સાથે જેલની હવા ખાધી છતાં ના સુધર્યો ક્રિકેટર, હવે અપલખણો થતા લાગ્યો 5 વર્ષનો બેન

પત્ની સાથે જેલની હવા ખાધી છતાં ના સુધર્યો ક્રિકેટર, હવે અપલખણો થતા લાગ્યો 5 વર્ષનો બેન

 | 3:50 pm IST

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચ ટીમ ઇન્ડિયાએ પોતાના નામે કરી સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે. જ્યારે હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ભારતમાં પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે અને જે પિંક બોલ સાથે રમાશે. આ મેચને લઈ ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પરંતુ મેચ પહેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ ટેસ્ટ બોલર શહાદત હુસૈન પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાંચ વર્ષનો આકરો પ્રતિબંધ લાદ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શહાદત પર ઘરેલું ક્રિકેટ દરમિયાન સાથી ખેલાડી અરાફાત સની સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. ઢાકા ડિવિઝન અને ખુલના ડિવિઝન વચ્ચે એક મેચના બીજી દિવસ દરમિયાન શહાદત આ વાત પર ગુસ્સે થયો હતો કે અરાફાતે બોલને યોગ્ય રીતે ચમકાવી નહોતી.

રિપોર્ટ પ્રમાણે આ વાત પર શહાદત એટલો ગુસ્સે થયો કે તેને અરાફાતની ધોલાઈ કરી દીધી. રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શહાદતને લેવલ ચારના અપરાધ હેઠળ દોષી ગણાવ્યો છે. 33 વર્ષીય ખેલાડીને ત્રણ લાખ બાંગ્લાદેશી ટાકાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે બોર્ડે એક નિવેદન પણ જાહેર કર્યું છે કે શહાદતના પાછલા રેકોર્ડને પણ ધ્યાનમાં રાખીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આપને જણાવી દઈએ કે શહાદતે બાંગ્લાદેશ માટે 38 ટેસ્ટ, 51 વન ડે અને 6 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહાદતનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. આ પહેલા પણ 2015માં શહાદત અને તેની પત્ની પર 11 વર્ષની કામવાળી યુવતીને ટોર્ચર કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસ હેઠળ બંનેને બે મહિના માટે જેલની હવા પણ ખાવી પડી હતી. જે તે સમય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેને બેન પણ કર્યો હતો. જોકે પછી તેની સામે આરોપ સાબિત ન થતા તેને રાહત આપવામાં આવી હતી. શહાદત સિવાય ભારત પ્રવાસ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી શકિબ-અલ-હસન પર પણ ભ્રષ્ટાચારના આરોપ લાગતા તેને ભારત પ્રવાસના ઠીક પહેલા બે વર્ષ માટે બેન કરવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ: કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે કોર્ટનું વોરંટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન