BCCI accepts Dinesh karthik apology in show cause notice
  • Home
  • Sports
  • Cricket
  • BCCI દિનેશ કાર્તિકનો વાળ પણ વાંકો નહીં કરે, જે પણ ડખો હતો એમાં કોઈની પરમિશન નહોતી

BCCI દિનેશ કાર્તિકનો વાળ પણ વાંકો નહીં કરે, જે પણ ડખો હતો એમાં કોઈની પરમિશન નહોતી

 | 5:26 pm IST

BCCIએ કેન્દ્રીય કરારનું ઉલ્લંઘન કરવાના મામલામાં ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકની બિનશરતી માફીનો સ્વિકાર કરી લીધો છે. જેથી આ મામલામાં હવે સમાધાન થઈ ગયું છે. તમને જણાવી દઇએ કે, દિનેશ કાર્તિકે અભિનેતા શાહરૂખ ખાનની ત્રિનબાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમથી કેરેબિયન પ્રીમિયર લીગની મેચ જોઈને બીસીસીઆઈના એક કરારનું ઉલ્લંઘન કર્યું હતું. બીસીસીઆઈના રાષ્ટ્રીય કરાર પ્રમાણે દેશ માટે 26 ટેસ્ટ અને 94 વનડે રમનારા કાર્તિકે આ મેચ માટે બોર્ડની મંજૂરી લેવાની હતી. તેનો કરાર તેનો કોઈ ખાનગી લીગમાં ભાગ લેવાની પરવાનગી આપતો નથી.

કાર્તિકે bccIની નોટિસ બાદ બિનશરતી માફી માગી હતી. કાર્તિક આઈપીએલની કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમનો કેપ્ટન છે. તે ડ્રેસિંગ રૂમમાં ત્રિનબાગોની જર્સીમાં જોવા મળ્યો હતો. આમ દિનેશ કાર્તિકએ બીસીસીઆઈના એક કરારનું ઉલ્લંઘન કર્યું હતું

બીસીસીઆઈએ તેને કારણ દર્શાવો નોટિસ આપીને પૂછ્યું હતું કે તેનો કરાર રદ્દ કેમ ન કરવામાં આવે. કાર્તિકે પોતાના બચાવમાં કહ્યું હતું કે, તે કેકેઆરના કોચ બ્રેન્ડન મેક્કુલમની વિનંતી પર પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને તેના કહેવા પર જ ટીકેઆરની જર્સી પહેરીને મેચ જોઈ હતી.

આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં તપેલી પહેરીને ટ્રાફિક નિયમનનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન