પ્રથમ મહિલા IPL મેચ માટે BCCIએ ટીમોની કરી જાહેરાત, આ તારીખે યોજાશે પ્રથમ મેચ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પ્રથમ મહિલા IPL મેચ માટે BCCIએ ટીમોની કરી જાહેરાત, આ તારીખે યોજાશે પ્રથમ મેચ

પ્રથમ મહિલા IPL મેચ માટે BCCIએ ટીમોની કરી જાહેરાત, આ તારીખે યોજાશે પ્રથમ મેચ

 | 7:06 pm IST

BCCI દ્વારા IPL-11ના ક્વોલિફાયર મુકાબલા અગાઉ 22મી મેના રોજ યોજાનાર મહિલા ટી-20 મેચ માટે બે ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. વાનખેડેમાં યોજાનાર મુકાબલો સ્મૃતિ મંધાનાના IPL ટ્રેલબ્રેજર અને હરમનપ્રીત કૌરના સુપરનોવા વચ્ચે થશે.

આ મેચમાં 26 ખેલાડીઓ હશે જેમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 10 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ હરમનપ્રીત કૌરની સુપરનોવા ટીમમાં સામેલ કરાઈ છે.

IPL ટ્રેલબ્રેજર :
એલિસા હેલી, સ્મૃતિ મંધાના (કેપ્ટન), સુઝી બેટ્સ, દીપ્તિ શર્મા, બેથ મૂની, જેમિમા રોડ્રિગ્ઝ, ડેનિયલ હેઝલ, શિખા પાંડે, લી તહુહુ, જૂલન ગોસ્વામી, એકતા બિષ્ટ , પૂનમ યાદવ, ડાયલન હેમલતા.

IPL સુપરનોવા :
ડેનિયલ વેટ, મિતાલી રાજ, મેગ લેનિંગ, હરમનપ્રીત કૌર, સોફી ડિવાઇન, એલિસે પેરી, વેદા કૃષ્ણર્મૂિત, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, મેગન સ્કટ, રાજેશ્વરી ગાયકવાડ, અનુજા પાટિલ, તાનિયા ભાટિયા.