U19 ટીમ પર ઇનામનો થયો વરસાદ, ટીમ ઇન્ડિયા થઇ ગઇ માલામાલ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • U19 ટીમ પર ઇનામનો થયો વરસાદ, ટીમ ઇન્ડિયા થઇ ગઇ માલામાલ

U19 ટીમ પર ઇનામનો થયો વરસાદ, ટીમ ઇન્ડિયા થઇ ગઇ માલામાલ

 | 2:47 pm IST

ન્યૂઝીલેન્ડમાં શનિવારના રોજ સંપન્ન થયેલ અંડર 19 વર્લ્ડ કપ ખિતાબને ભારત એ પોતાના નામ કરી લીધો છે. આ જીતની સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પોતાના ખેલાડીઓ, કોચ, અને સપોર્ટ સ્ટાફ પર પૈસાનો વરસાદ કરી ટીમને પ્રોત્સાહિત કરી છે.

આ આખી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અજેય રહેલ અને તેને કોઇપણ ટીમ હરાવી શક્યું નહીં. ભારત એ પોતાના બધા જ મુકાબલા એક તરફી જીત્યા. પોતાની યુવા ટીમની આ ધમાકેદાર પર્ફોમન્સથી ખુશ થઇને બીસીસીઆઈએ ટ્વિટ પર ધનવર્ષાની જાહેરાત કરવામાં જરાય મોડું કર્યું નહીં.

આ જીત બાદ બીસીસીઆઈ એ અંડર-19ના કોચ રાહુલ દ્રવિડને 50 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ટીમના તમામ ખેલાડીઓને 30-30 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 20-20 લાખ રૂપિયા ઇનામ તરીકે આપશે. ભારત એ આની પહેલાં આ ખિતાબ 2000, 2008, 2012મા પોતાના નામે કર્યો હતો.

કોણ કેટલી વખત ચેમ્પિયન બન્યું
1. ભારત 4 વખત (2000, 2008, 2012, 2018)

2. ઓસ્ટ્રેલિયા 3 વખત (1988, 2002, 2010)

3. પાકિસ્તાન 2 વખત (2004, 2006)

4. ઇંગ્લેન્ડ 1 વખત (1998)

5. દક્ષિણ આફ્રિકા (2014)

6. વેસ્ટઇન્ડિઝ (2016)