BCCI announces Qualifications for Team India's Head Coach
  • Home
  • Sports
  • Cricket
  • BCCIએ કર્યો ખુલાસો, ટીમ ઈન્ડિયાના કોચ માટે આ ખૂબીઓ હોવી જરૂરી

BCCIએ કર્યો ખુલાસો, ટીમ ઈન્ડિયાના કોચ માટે આ ખૂબીઓ હોવી જરૂરી

 | 4:56 pm IST

ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ સહિત સહયોગી સ્ટાફની નિયુક્તિ માટે આવેદન આમંત્રિત કર્યા છે. યોગ્યતા માપદંડો અનુસાર મુખ્ય કોચની ઉંમર 60 વર્ષ ઓછી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 2 વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ હોવો જોઈએ.

બીસીસીઆઈએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પાસે ટેસ્ટ રમનાર દેશને ઓછામાં ઓછા બે વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ અથવા એસોસિયેટ સભ્ય/ એ ટીમ/ આઈપીએલ ટીમને ત્રણ વર્ષ કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ. સાથે જ તેણે 30 ટેસ્ટ કે 50 વન ડે મેચ રમી હોવી જોઈએ.

બીસીસીઆઈએ મુખ્ય કોચ ઉપરાંત સહયોગી સ્ટાફની નિયુક્તિ માટે પણ આવેદન મગાવ્યા છે. મુખ્ય કોચ ઉપરાંત બેટિંગ કોચ, બોલિંગ કોચ સહિતના સ્ટાફ માટે બીસીસીઆઈએ આવેદન મંગાવ્યા છે. આ તમામ પદો પર આવેદનની અંતિમ તારીખ 30 જુલાઈ છે.

ભારત 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. તેમાં કોચ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગડ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરના કોન્ટ્રાક્ટને વિશ્વ કપ બાદ 45 દિવસ સુધી વધારવામાં આવ્યો છે. આ તમામ લોકો ફરીથી આવેદન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન