BCCI Ban Delhi Cricketer Prince Ram Niwas Yadav for Two years
  • Home
  • Sports
  • Cricket
  • BCCIએ આ ખેલાડી પર લગાવ્યો બે વર્ષનો પ્રતિબંધ, બોર્ડ સાથે કરી હતી આવી હરકત

BCCIએ આ ખેલાડી પર લગાવ્યો બે વર્ષનો પ્રતિબંધ, બોર્ડ સાથે કરી હતી આવી હરકત

 | 5:41 pm IST

ક્રિકેટમાં એક તરફ જ્યાં કેટલાક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને સફળતા મેળવી છે. ત્યાં બીજી તરફ કેટલાક ખેલાડીઓએ છેતરપિંડી કરીને પોતાનું નામ ડુબાડ્યું છે.

તાજેતરમાં એવી જ એક ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીના ક્રિકેટર પ્રિંસ રામ નિવાસ યાદવે અંડર-19 ટુર્નામેન્ટમાં પોતાની ઉંમર ખોટી બતાવી છેતરપિંડી કરી. આ મામલે તપાસ થતા તે હવે દોષી સાબિત થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) ખોટી ઉંમર બતાવવાના મામલે ખેલાડીને ઘરેલૂ ક્રિકેટમાં બે વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. દિલ્હી અને જિલ્લા કિકેટ સંઘ(DDCA) સાથે રજીસ્ટ્રર્ડ યાદવને બીસીસીઆઈએ ત્વરિત પ્રભાવે અયોગ્ય જાહેર કર્યો છે અને સાથે જ 2020-2021 અને 2021-2022 ઘરેલું સત્રમાં ભાગ લેવા પર બેન પણ લગાવ્યો છે.

મુદ્દા સાથે સંકળાયેલ એક અધિકારીએ જણાવ્યું કે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. બીસીસીઆઈએ પ્રિંસ યાદવને ઉંમરમાં હેરફેરી કરવા મામલે દોષી માન્યો છે. BCCIએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઇ) દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રના આધારે કાર્યવાહી કરી જેમાં પ્રિન્સ યાદવની જન્મ તારીખ 10 જૂન 1996 હતી, પરંતુ ક્રિકેટર દ્વારા ક્રિકેટ બોર્ડ સમક્ષ રજૂ કરાયેલ જન્મ પ્રમાણપત્રમાં 12 ડિસેમ્બર 2001 તેની જન્મ તારીખ બતાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉંમર સાથે ફેરાફરી કરવાના મામલા આ પહેલા પણ સામે આવ્યા હતા. થોડા દિવસ પહેલા એવા જ મામલે ખેલાડી મનજોત કાલરા અને હિંમત સિંહ એવા બે ખેલાડીઓ છે જેમની સામે વય છેતરપિંડીના કેસ ચાલી રહ્યા છે અને તેઓ હવે દિલ્હીની સિનિયર ટીમમાં છે.

આ વીડિયો પણ જુઓ: દુષ્કર્મ કેસમાં વડોદરા પોલીસના હવામાં હવાતિયા:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન