BCCIએ શિખર ધવનને કર્યો માલામાલ, જાણો કોને કેટલો મળશે પગાર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • BCCIએ શિખર ધવનને કર્યો માલામાલ, જાણો કોને કેટલો મળશે પગાર

BCCIએ શિખર ધવનને કર્યો માલામાલ, જાણો કોને કેટલો મળશે પગાર

 | 1:08 pm IST

સુપ્રીમ કોર્ટે રચેલી ક્રિકેટ ઓર્ગેનાઈઝીંગ કમિટી (સીઓએ)એ ક્રિકેટરો માટે નવા કોન્ટ્રાન્કટની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આની ઘોષણા કરી છે. બીસીઆઈઆઈની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને કમ્પેશનસનના માળખામાં ફેરફાર કરાયો છે.

આ ફેરફાર પ્રમાણે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને આર. અશ્વિનને ટોચની કેટેગરી એટલે કે A+માંથી દૂર કરી દેવાયા છે અને તેમને A કેટેગરીમાં રખાયા છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત પાંચ ખેલાડીઓને A+માં મુકાયા છે.

પત્ની સાથે વિવાદમાં ઉતરેલા મોહમ્મદ શમીને કોન્ટ્રાન્કટમાંથી પડતા મુકાયા છે. અગાઉ કોન્ટ્રાક્ટ માટે A,B, C એમ ત્રણ કેટેગરી હતી, પરંતુ નવા નિયમોમાં હવે તેમાં ચાર કેટેગરી રાખવામાં આવી છે. જે A+, A, B અને C છે.

આ સાથે BCCIએ ભારતીય ક્રિકેટરોના પગારમાં પણ બદલાવ કાર્ય છે. ઓક્ટોબર 2017 થી ડીસેમ્બર 2018 સુધી ગ્રેડ A+માં રહેલા ખેલાડીઓને 7 કરોડ, ગ્રેડ Aમાં 5 કરોડ, ગ્રેડ Bમાં 3 કરોડ અને ગ્રેડ Cમાં 1 કરોડ વર્ષે આપવાનું એલાન કર્યું છે.