BCCI in Action after WorldCup, ask application for Coach and Staff
  • Home
  • Sports
  • Cricket
  • WC ગુમાવ્યા બાદ BCCI એક્શનમાં, કોચ સહિત અન્ય પદો માટે શરૂ કરી શોધ

WC ગુમાવ્યા બાદ BCCI એક્શનમાં, કોચ સહિત અન્ય પદો માટે શરૂ કરી શોધ

 | 3:12 pm IST

વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) એક્શનમાં છે. બીસીસીઆઈએ ટીમના કોચ સહિત કેટલાક અન્ય પદો માટે અરજી મંગાવી છે. હાલના સમયમાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી છે.

મીડિયા રિપોર્ટ મજબ બીસીસીઆઈએ હેડ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડીંગ કોચ, ફિઝિયોથેરેપિસ્ટ, સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજર માટે અરીજી માગી છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીને ફરીથી કોચ બનવા માટે અરજી કરવી પડશે. ઉપરાંત સપોર્ટ સ્ટાફમાં સામેલ બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગડ અને ફિલ્ડીંગ કોચ આર.શ્રીઘર શામેલ છે. આ લોકો પણ ફરીથી અરજી કરી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટીમ ઈન્ડિયાના ટ્રેનર શંકર બસુ અને ફીઝીયો પેટ્રિક ફરહાર્ટ વર્લ્ડ કપ બાદ રાજીનામું આપી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી છે. ત્યાર બાદ ભારતીય ટીમ ઘરેલુ સિરીઝમાં 15 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ પહેલા નવા કોચ અને સહયોગી સ્ટાફની પસંદગી કરવામાં આવશે એવા અહેવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન