BCCI Likely to Announce IPL 2019 Full Schedule Today
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2019: સંપૂર્ણ કાર્યક્રમ વિશે BCCI આજે કરી શકે છે જાહેરાત

IPL 2019: સંપૂર્ણ કાર્યક્રમ વિશે BCCI આજે કરી શકે છે જાહેરાત

 | 12:32 pm IST

ઈન્ડિયનપ પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનમાં થનારી બધી મેચોની તારીખોની ધોષણા આજે થઈ શકે છે. જોકે આ પહેલા IPL 2019ના બે સપ્તાહના કાર્યક્રમ એટલે કે 17 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. તમને બતાવી દઈએ કે આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાના કારણે IPLનું આયોજન સમય પહેલા કરવામાં આવ્યું છે. આ વર્ષે IPLની પહેલી મેચ 23મી માર્ચે થશે. જે ચેન્નઈ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે રમાશે.

તેમન બતાવી દઈએ કે આ પહેલા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે IPL મેચના શેડ્યૂલ અને તારીખો વિશે જાહેરાત સોમવારે COAની બેઠકમાં થઈ શકે છે. જ્યારે બીસીસીઆઈએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ સાથે વાટાઘાટ કરીને નક્કિ કરવામાં આવ્યું હતું કે આ વર્ષે IPLની 12મી સીઝન સંપૂર્ણ પણે ભારતમાં રમાશે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને શેડ્યૂલ તૈયાર કરવામાં આવશે.

જોકે આ પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે આ વર્ષે ચૂંટણીના લીધે IPL દુબઈ, દક્ષિણ આફ્રિકા અથવા ઇંગ્લેન્ડમાં યોજાઈ શકે છે. કારણે કે પહેલા પણ જ્યારે દેશમાં સામાન્ય ચૂટંણી હતી ત્યારે IPLનું આયોજન દક્ષિણ આફ્રિકા અને અબુધાબીમાં કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન