BCCI May Include Three New Cities in IPL 2020 Season
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2020માં સામેલ થઈ શકે છે 3 નવાં શહેર, રાજસ્થાનની ટીમ અમદાવાદ છોડી અહીં જશે

IPL 2020માં સામેલ થઈ શકે છે 3 નવાં શહેર, રાજસ્થાનની ટીમ અમદાવાદ છોડી અહીં જશે

 | 5:06 pm IST

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નવી ટીમોને જોડવા અંગે 2021માં વિચાર થઈ શકે છે. પણ 2020ની સિઝનમાં આઈપીએલ મેચમાં 3 નવાં શહેર મેચ સ્થળ તરીકે સામેલ કરવામાં આવી શકે છે. આઠ ફ્રેન્ચાઈઝીઓના માલિકોએ મંગળવારે બીસીસીઆઈ મુખ્યાલયમાં બોર્ડનાં નવા પદાધિકારીઓ સાથે મુલાકાત કરી અને જે 3 શહેર મેચ સ્થળના રૂપમાં સામેલ થઈ શકે છે, તેમાં લખનઉ, ગુવાહાટી અને તિરુવનંતપુરમનાં નામ સામેલ છે.

બીસીસીઆઈનાં એક અધિકારીએ જણાવ્યું કે, કિંગ્સ ઈલેવન પંજાબ લખનઉને પોતાનું બીજું ઘર બનાવી શકે છે, તો રાજસ્થાન અમદાવાદથી ગુવાહાટી જવા ઈચ્છે છે. તિરુવનંતપુરમ કોનો ભાગ બનશે તેના પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અધિકારીએ કહ્યું કે, રાજસ્થાને બીજા ગૃહનગર તરીકે સ્થાનમાં બદલાવની માગ કરી છે અને તે અમદાવાદથી ગુવાહાટી જવા ઈચ્છે છે. ગવર્નિંગ કાઉન્સિલ આ નિર્ણયથી સહમત છે, હવે IMG ગુવાહાટીના બારસાપર ક્રિકેટ સ્ટેડિયમને લીલી ઝંડી દેખાડતાં પહેલાં તેની તપાસ કરવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે, જ્યાં સુધી લખનઉની વાત છે તો તે ગત વર્ષે જ મેચ સ્થળમાં બદલાવની માગ કરી હતી, અને તેનાં માટે અપીલ પણ કરી હતી. પણ ચૂંટણીને કારણે તેનાં પર કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. પણ ઈકાના સ્ટેડિયમમાં રમાયેલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મેચ બાદ સ્ટેડિયમને લઈ જે રિવ્યુ આવ્યા છે, તો તેનાથી લગભગ નક્કી છે કે, પંજાબ પોતાનું બીજું ઘર લખનઉને જ બનાવશે.

અધિકારીએ કહ્યું કે, તિરુવનંતપુરમને ટિપ્પણી કરવી ઉતાવળ કહેવાશે. પણ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશલન સ્ટેડિયમનાં રિવ્યુ પણ શાનદાર છે અને કેરળનાં લોકો પણ રમતને લઈ ઝનૂની છે. રાજસ્થાનનાં મેચ સ્થળમાં બદલાવની અપીલ અંગે કહ્યું કે, ફાયદાની ભાગેદારીને લઈ મામલો ગૂંચવાયો છે. તેઓએ કહ્યું કે, રાજસ્થાનને લાગતું હતું કે તેનાથી વધારે લાભ માગવામાં આવી રહ્યો છે. તો ગુવાહાટી આઈપીએલ સાથે જોડાવવા માટે તૈયાર છે.

આ વીડિયો પણ જુઓઃ

સુપ્રીમ કોર્ટના ચુકાદાને જીગ્નેશ દાદાએ ચુકાદાને આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન