BCCI Might Take Action Against Bangar And Sunil Subramaniam
  • Home
  • Sports
  • Cricket
  • સેમિ-ફાઇનલની હાર બાદ એક્શન મૉડમાં BCCI, આ 2 લોકોની થઈ શકે છે છુટ્ટી

સેમિ-ફાઇનલની હાર બાદ એક્શન મૉડમાં BCCI, આ 2 લોકોની થઈ શકે છે છુટ્ટી

 | 4:05 pm IST

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાની સફર સમાપ્ત થઇ ગઇ છે. સેમિ-ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ એક્શન મોડમાં આવી ગયું છે. સૌથી પહેલા બીસીસીઆઈનાં નિશાને સહાયક કૉચ સંજય બાંગર આવ્યા છે. બસીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી સહિત અન્ય કૉચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડ કપ બાદ 45 દિવસ માટે વધારવામાં આવી શકે છે, પરંતુ સહાયક કૉચ સંજય બાંગરની જગ્યા નક્કી નથી, કેમકે બીસીસીઆઈનું માનવું છે કે તેમણે પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કર્યું.

નંબર-4 પર ના શોધી શક્યા કોઈ બેટ્સમેન

બાંગર સહાયક કૉચ હોવાની સાથે સાથે બેટિંગ કૉચ પણ છે. બૉલિંગ કૉચ ભરત અરૂણ અને ફીલ્ડિંગ કૉચ આર શ્રીધરે છેલ્લા દોઢ મહિનામાં શાનદાર કામ કર્યું છે, પરંતુ બાંગર માટે આવું ના કહી શકાય, કેમકે ઘણીવાર ટીમની બેટિંગ મુશ્કેલીમાં રહી છે. નંબર-4 પર એક મજબૂત બેટ્સમેનને ના પસંદ કરી શકવો તે પણ બીસીસીઆઈને પસંદ આવ્યું નથી.

બાંગરે વિજય શંકરને ફિટ ગણાવ્યો હતો

બીસીસીઆઈનાં સીનિયર અધિકારીએ કહ્યું કે, “આ સતત ચિંતાનો વિષય રહ્યો. અમે ખેલાડીઓને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ , કેમકે તેઓ ફક્ત એક મેચ (ન્યૂઝીલેન્ડ)માં ખરાબ રમ્યા, પરંતુ સ્ટાફની પ્રક્રિયા અને નિર્ણયની તપાસ કરવામાં આવશે અને તેમના ભવિષ્ય વિશે નિર્ણય લેવામાં આવશે.” વિજય શંકર ઇજાગ્રસ્ત થઇને બહાર થયો તે પહેલા બાંગરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતુ કે વિજય શંકર સંપૂર્ણ રીતે ફિટ છે.

પૂર્વ બેટ્સમેનોની મદદ લેતા હતા ટીમનાં ખેલાડી

અધિકારીએ કહ્યું કે, “ઇજાગ્રસ્ત થવાના કારણે શંકર ટીમનાં બહાર થયા પહેલા બાંગરનું કહેવું હતુ કે તે સંપૂર્ણ રીતે ફિટ છે, એક સાધારણ વાત હતી. ચીજો ક્યાંકને ક્યાંક વ્યવસ્થિત નહોતી. વરિષ્ઠ કર્મચારીઓ સહિત મેનેજમેન્ટ ક્રિકેટ સાથે જોડાયેલા નિર્ણયોને લઇને ભ્રમિત હતુ અને સાથે ક્રિકેટ સલાહકાર સમિતિ(સીએસી)ને પણ નજરઅંદાજ કરવામાં આવી રહ્યું હતુ, જે એક શરમની વાત છે.” જણાવવામાં આવી રહ્યું છે કે ટીમનાં બેટ્સમેનોને કોઈ પરેશાની થતી હતી તો તેઓ પૂર્વ બેટ્સમેનો પાસેથી સલાહ લેતા હતા.

ટીમ મેનેજમેન્ટ પર ફરી ઉઠ્યા પ્રશ્નો

રસપ્રદ વાત એ છે કે ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ મેનેજર સુનીલ સુબ્રમણ્મનાં વ્યવહારે પણ બૉર્ડને ચોંકાવ્યું. અધિકારીએ કહ્યું કે, “ટીમ મેનેજર સાથે વાત-ચીત કરનારા દરેક વ્યક્તિને તેમનાં વ્યવહારથી નિરાશા થઇ. એવું લાગી રહ્યું હતુ કે પોતાના દોસ્તો માટે ટિકિટ અને પાસ મેળવવા અને પોતાની સ્થિતિને સારી કરવી એ જ તેમની પ્રાથમિકતા છે.” આ પહેલા ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ સુબ્રમણ્મનાં વ્યવહાર પર પ્રશ્નો ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન