BCCI not pay salary to Virat kohli, Rhohit Sharma and others in last 10 months
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર પણ કોરોનાનો માર! BCCIએ છેલ્લા 10 મહિનાથી નથી ચુકવ્યો પગાર, જાણો કારણ

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર પણ કોરોનાનો માર! BCCIએ છેલ્લા 10 મહિનાથી નથી ચુકવ્યો પગાર, જાણો કારણ

 | 6:29 pm IST

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દુનિયાના સૌથી ધનવાન બોર્ડમાંથી એક છે. કોરોના સંકટમાં પણ અન્ય બોર્ડ બીસીસીઆઈથી મદદની અપેક્ષા રાખીને બેઠા છે. વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા સહિત કેટલાક બોર્ડ આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે. એવી સ્થિતિમાં ઘણી ટીમો ભારત સાથે ક્રિકેટ રમવા ઇચ્છે છે. ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે બીસીસીઆઈએ છેલ્લા 10 મહિનાથી વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન જેવા સ્ટાર ખેલાડીઓને પગાર ચૂકવ્યો નથી.

મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈનો 27 ખેલાડીઓ સાથે કરાર છે અને આમાંથી કોઈને પણ ઓક્ટોબર 2019 પછીથી પગાર આપવામાં આવ્યો નથી. આ સિવાય બોર્ડે ડિસેમ્બર 2019થી ખેલાડીઓને બે ટેસ્ટ, 9 વનડે અને 8 ટી20 મેચોની ફી પણ ચૂકવી નથી. રિપોર્ટ પ્રમાણે બોર્ડે આ કરાર કરેલ ખેલાડીઓને લગભગ કુલ 99 કરોડ રૂપિયાની ચુકવણી કરવી છે. આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ એ પ્લસ ગ્રેડમાં શામેલ છે. આ ત્રણેને વાર્ષિક ધોરણે લગભગ 7 કરોડ રૂપિયા મળે છે.

આ સિવાય એ ગ્રેડવાળા ખેલાડીઓને 5 કરોડ, બ્રી ગ્રેડને 3 કરોડ અને સી ગ્રેડ ક્રિકેટર્સને 1 કરોડ રૂપિયા મળે છે. જ્યારે દરેક ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયા અને વન ડેની 6 લાખ અને ટી20 મેચની ફી 3 લાખ રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે કોન્ટ્રેક્ટ કરેલ ખેલાડીઓમાંથી 8 ખેલાડીઓએ આ વાતથી પુષ્ટિ કરી છે કે છેલ્લા 10 મહિનાથી બોર્ડે તેમને પગારની ચુકવણી કરી નથી. રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે ડિસેમ્બરથી, બોર્ડ પાસે મુખ્ય નાણાકીય અધિકારી નથી અને ગયા મહિનાથી સીઇઓ અને જનરલ મેનેજર(ક્રિકેટ ઓપરેશન્સ) પણ નથી, જેના કારણે વહીવટી કામગીરી અટવાઈ છે.

આ વીડિયો પણ જુઓ: 1000 બેડની કોવિડ હોસ્પિટલનું લોકાર્પણ કરશે CM

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન