sourav ganguly share photos after blurred pakistan cricketers
  • Home
  • Sports
  • Cricket
  • શું ખરેખર BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ યુએઈમાં પાકિસ્તાની ખેલાડીઓની કરી બેઇજ્જતી?

શું ખરેખર BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ યુએઈમાં પાકિસ્તાની ખેલાડીઓની કરી બેઇજ્જતી?

 | 8:11 am IST

હવે IPL શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે અને BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી પણ તૈયારીઓમાં ભાગ લેવા યુએઈની મુલાકાતે આવ્યા છે. ગાંગુલીએ યુએઈ પ્રવાસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાનારી છે. આ માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલીક બાબતોને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ઘણા અધિકારીઓ છેલ્લા એક મહિનાથી અમિરાતમાં પહોંચી ગયા છે અને IPL માટે સખત મહેનત કરી રહ્યા છે. તમામ ફ્રેન્ચાઇઝીની અધિકારીઓ પણ દુબઈમાં જ છે અને તેઓ પણ પોતાની ટીમોને બેસ્ટ સવલત મળે તે માટે પ્રયત્નશીલ છે.

તસવીરોમાં ગાંગુલી યુએઈના અધિકારીઓ સાથે હાજર છે. પૂર્વ કેપ્ટન ગાંગુલીએ ત્રણ તસવીરો શેર કરી હતી, જેમાંથી એકે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. એક તસવીરમાં ગાંગુલીની પાછળ સ્ટેડિયમની ઉંચાઇ પર પાકિસ્તાનના ખેલાડીઓનું એક પોસ્ટર દેખાય છે, જેને બ્લર કરીને પછી શેર કરવામાં આવ્યું હતું.

ગાંગુલીએ આ તસવીરો શેર કરતાં લખ્યું છે કે IPL 2020નું આયોજન કરનારા પ્રખ્યાત શારજાહ સ્ટેડિયમની તસવીરો. IPL 2020 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે. લીગની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. 19 સપ્ટેમ્બર 2020ના રોજ આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ મેચ રમાશે.

જ્યારે ફાઇનલ મુકાબલો 10 નવેમ્બરના રોજ હશે. આ સાથે જ યૂએઇના મેદાન અબુધાબી, દુબઇ અને શારજહાંમાં આ 13મી સીઝનનો મુકાબલો આયોજિત કરવામાં આવશે. આ સાથે જ આ વર્ષ આઇપીએલમાં 10 ડૅબલ હેડર પણ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે IPL 2020ની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે.

આ વીડિયો જુઓ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીનો સંન્યાસ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન