BCCI President Sourav Ganguly team india training camp start after August
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! ટીમ ઈન્ડિયાની મેદાન પર એન્ટ્રી અંગે BCCI અધ્યક્ષ ગાંગુલીએ કરી સ્પષ્ટતા

ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! ટીમ ઈન્ડિયાની મેદાન પર એન્ટ્રી અંગે BCCI અધ્યક્ષ ગાંગુલીએ કરી સ્પષ્ટતા

 | 5:13 pm IST

કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી દેશમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રદ અને મુલતવી કરવામાં આવી છે. જેના કારણે ખેલાડીઓ સહિત ક્રિકેટ ફેન્સમાં ભારે નિરાશા છે. જો કે, હવે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 જુલાઈથી ટેસ્ટ શ્રેણીના માધ્યમથી કોરોના કાળમાં ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે. જેના કારણે ભારતીય ક્રિકેટ ફેન્સમાં પણ ખુશીનો માહોલ છે.

પરંતુ હવે એવા સમાચાર મળ્યા છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ઓગસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં નહીં આવે. આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ માર્ચના મધ્યથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટ સીરીઝ રમી નથી. ત્યારે હવે રિપોર્ટ પ્રમાણે સૌરવ ગાંગુલી સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટ પહેલા મેદાન પર ઉતરશે નહી.

રિપોર્ટ પ્રમાણે સૌરવ ગાંગુલીએ એક ખાનગી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ટ્રેનિંગ કેમ્પ ઓગસ્ટ પહેલા શરૂ થવાની સંભાવના નથી.’ જો કે, જ્યારે સરકારે ક્રિકેટ સ્ટેડિયમ ખોલવાની મંજૂરી આપી હતી ત્યારે કેટલાય ખેલાડીઓએ પ્રેક્ટિસ કરવાનું શરૂ પણ કરી દીધું હતું.

આ વીડિયો પણ જુઓ: શિક્ષકોના ગ્રેડ પેના મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આક્રમક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન