BCCI ready to change its constitution for Jai Shah and Sourav Ganguly!
  • Home
  • Sports
  • Cricket
  • જય શાહ અને સૌરવ ગાંગુલી માટે BCCI સુપ્રીમકોર્ટ પહોંચ્યું, પ્રથમવાર થવા જઇ રહ્યું છે આવું

જય શાહ અને સૌરવ ગાંગુલી માટે BCCI સુપ્રીમકોર્ટ પહોંચ્યું, પ્રથમવાર થવા જઇ રહ્યું છે આવું

 | 7:37 pm IST

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહના કાર્યકાળને વધારવા માટે બોર્ડ સુપ્રિમ કોર્ટ પહોંચ્યુ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પદભાર સંભાળનારા ગાંગુલીનુ જુલાઇ અને શાહનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થવા જઇ રહ્યો છે. આ પછી બંન્નેને ત્રણ વર્ષ માટે કુલિંગ ઓફ પીરિયડ પર જવું પડશે. ખરેખર પ્રશાસકોની સમિતિએ બનાવેલા નિયમો અનુસાર કોઇ પણ વ્યક્તિ રાજ્યના ક્રિકેટ સંઘ અથવા બીસીસીઆઇમાં સતત 6 વર્ષ સુધી પદભાર સંભાળે છે તો તેને ત્રણ વર્ષ માટે કૂલિંગ પીરિયડ પર જવાનું થાય. સુપ્રીમકોર્ટે પણ તેને મંજૂરી આપી હતી.

ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડમાં 5 વર્ષ 3 મહિના સુધી પદ પર રહ્યા હતા, જ્યારે જય શાહ ગુજરાત ક્રિકેટ સંઘમાં સચિવ રહી ચૂક્યા છે. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગત વર્ષે 1 સપ્ટેમ્બરે થયેય એજીએમમાં કૂલિંગ ઓફ પીરિયડમાં જવાના નિયમમાં સંશોધન કરી પોતાના પદાધિકારિયોના કાર્યકાળને વધારવાની સ્વીકૃતી આપી દીધી હતી.

બોર્ડના સંશોધન અનુસાર ગાંગુલી અને શાહ પર કૂલિંગ ઓફ પીરિયડ પર જવાનો નિયમ તે સમયે લાગૂ થશે, જ્યારે તેમને બીસીસીઆઇમાં સતત છ વર્ષ થઇ જાય. મીડિયા રિપોર્ટ અનુસાર બોર્ડ દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમા કહેવામાં આવ્યું છે કે, સંવિધાન તે લોકોએ તૈયાર કર્યું હતું, જેમની પાસે ત્રણ લેયરની સંરચનાના કામકાજનો અનુભવ ન હતો. તેમને ન તો ક્રિકેટ પ્રશાસનનો અનુભવ હતો. બીસીસીઆઇએ કહ્યું કે, જો અનુભવી લોકોને પ્રશાસન તરફથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે દૂર કરવામાં આવે છે તો તેનુ નુક્સાન ક્રિકેટને ભોગવવા થઇ શકે છે. સાથે જ એવુ પણ તર્ક આપવામાં આવ્યું કે બીસીસીઆઇ એક ઓટોનોમસ બોડી છે. તેની પાસે પ્રશાસનિક અધિકાર હોય છે અને આ અંતર્ગત તે પોતાના સંવિધાનમાં બલવાલ કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ શહેરનો વધુ એક રેલવે બ્રિજ બંધ કરાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન