Bcci released the payment information given to the Cricket players
  • Home
  • Sports
  • Cricket
  • ખેલાડીઓનું પેમેન્ટ રિલીઝ, વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને BCCIએ કરી દીધા માલામાલ

ખેલાડીઓનું પેમેન્ટ રિલીઝ, વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને BCCIએ કરી દીધા માલામાલ

 | 4:20 pm IST

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ રવિવારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને કોચ રવિ શાસ્ત્રીને આપવામાં આવેલી પેમેન્ટની જાણકારી રિલીઝ કરવામાં આવી છે. ખેલાડીઓને કેન્દ્રીય અનુબંધની રિટેનર ફી મળી જ્યારે ટેસ્ટ ખેલાડીઓને પણ આઇસીસી દ્વારા ટેસ્ટ રેંકિંગની ઇનામી રકમના શેર આપવામાં આવ્યા.

શાસ્ત્રીને 18.07.2018 થી 17.10.2018 વચ્ચે ટીમની કોચિંગ માટે આડવાન્સમાં 2.5 કરોડ રૂપિયા મળ્યા. શાસ્ત્રીને વર્ષ 2016થી ટીમ ઇન્ડિયાના કોચના પદ પર રાખવામાં આવ્યા છે અને તેમનો અનુબંધ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં થનારા 2019 વિશ્વ કપ માટે પૂર્ણ થશે. શાસ્ત્રીને કુંબલેના ઉત્તરાધિકારીના રૂપે કોચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. એવી પણ જાણકારી મળી છે કે, શાસ્ત્રીએ બોર્ડ પાસે મહેતાણાના રૂપે 8 કરોડ રૂપિયા મળ્યા છે.

બોર્ડે દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર ખેલાડીઓનું પેમેન્ટ પણ રિલીઝ કરી દીધુ છે, જેમા આઇસીસી દ્વારા રિલીઝ કરવામા આવેલ ટેસ્, બિલ પોર્શન અને રિટેશનશિપ ફીનો 90 ટકા ટેસ્ક ફ્રીનો ભાગ સામેલ છે. વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકામાં વન ડે અને ટેસ્ટ સિરીઝ તથા આઇસીસીની ઇનામી રાશી મળી 1,25,04,964 રૂપિયા મળ્યા છે.

ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્માને દક્ષિણ આફ્રીકા પ્રવાસ અને નિદાહાસ ટ્રોફી મળી 1,12,80,705 રૂપિયા મળ્યા છે. હાર્દિક પાંડ્યાને ઓક્ટોબર 2017થી માર્ચ 2018 વચ્ચે 90 ટકા ટેક્સ-ફ્રી રિટેનર ફી રૂપે 1,11,34,726 રૂપિયા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન