BCCIને સુપ્રીમ કોર્ટની રાહત, એક રાજ્ય, એક વોટનો નિયમ બદલ્યો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • BCCIને સુપ્રીમ કોર્ટની રાહત, એક રાજ્ય, એક વોટનો નિયમ બદલ્યો

BCCIને સુપ્રીમ કોર્ટની રાહત, એક રાજ્ય, એક વોટનો નિયમ બદલ્યો

 | 3:01 am IST

। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે ગુરુવારે બીસીસીઆઈને મોટી રાહત આપતાં નવા બંધારણને સામાન્ય ફેરફાર સાથે માન્યતા આપી દીધી છે સાથે એક રાજ્ય એક વોટમાં બદલાવની સાથે મુંબઈ, સૌરાષ્ટ્ર, વડોદરા અને વિદર્ભના ક્રિકેટ એસોસિયેશનને બોર્ડની પૂર્ણ સભ્યતા આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે રેલવે, સર્વિસિઝ અને એસોસિયેશન ઓફ યુનિવર્સિટીઝ ઇન બીસીસીઆઈને પણ પૂર્ણ સભ્યપદ આપી દીધું છે. લોઢા કમિટીની ભલામણો બાદ આ એસોસિયેશનોની માન્યતા રદ કરી દેવાઈ હતી.

મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની આગેવાનીવાળી પીઠે કેટલાક સંશોધનો સાથે બીસીસીઆઈના બંધારણના ડ્રાફ્ટને પણ મંજૂરી આપી દીધી છે અને તામિલનાડુના રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝથી બીસીસીઆઈના સ્વીકૃત બંધારણને ચાર અઠવાડિયાની અંદર પોતાના રેકોર્ડમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને નવા બંધારણને ચાર અઠવાડિયાની અંદર બદલવાનો આદેશ આપ્યો છે, સાથે રાજ્યો અને અન્ય સભ્ય એસોસિયેશનોને ૩૦ દિવસમાં રજિસ્ટર કરાવવાનો આદેશ આપ્યો છે. કૂલિંગ પિરિયડ હવે ત્રણ વર્ષથી વધારીને બે ટર્મ એટલે કે છ વર્ષ કરી દેવાયો છે. ૭૦ વર્ષની ઉંમરની કેપ અને સરકારી ઓફિસર અને મંત્રીવાળી અયોગ્યતામાં ફેરફાર કરાયો નથી.

આ મામલાની અગાઉ થયેલી સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, કોઈ કૂલિંગ પિરિયડ નહીં હોય. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના બંધારણ ડ્રાફ્ટને અંતિમ રૂપ આપવા અંગે તેમનો ચુકાદો ન આવે ત્યાં સુધી તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી યોજવા પર રોક લગાવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, લોઢા કમિટીના કૂલિંગ ઓફની ભલામણને અમે માની રહ્યા નથી. અમે બીસીસીઆઈની ભલામણને માનવા તૈયાર છીએ. ૭૦ વર્ષની ઉંમર અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે વકીલ રંજિતકુમારે કહ્યું કે, જજ નિવૃત્ત થઈ ૭૦ વર્ષની વયે અધ્યક્ષતા કરી રહ્યા છે. આ અંગે જસ્ટિસ એ.એમ. ખાનવિલકરે કહ્યું કે, અધ્યક્ષતા રમત નથી. મહારાષ્ટ્ર એસોસિયેશને કહ્યું કે, ૭૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ દેશ ચલાવી શકે છે તો તે સભ્ય કેમ ન બની શકે. નેતાઓને તેનાથી અલગ ન રાખી શકાય.

હવે સિલેક્ટર્સની સેલરીમાં વધારો કરાયો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સેલરીમાં વધારો થયા બાદ હવે આ ખેલાડીઓને પસંદ કરનાર સિલેક્ટર્સની પણ સેલરી વધારવાનો સીઓએ દ્વારા નિર્ણય કર્યો છે. સીઓએએ સિલેક્શન કમિટીના સભ્યોની સેલરીમાં ૩૦ લાખ રૂપિયા સુધીનો વધારો કર્યો છે જ્યારે ચીફ સિલેક્ટરના પગારમાં ૨૦ લાખ રૂપિયાનો વધારો કર્યો છે. હવે દરેક સિલેક્ટરને ૬૦ લાખ રૂપિયાને બદલે ૯૦ લાખ રૂપિયા પ્રતિ વર્ષ મળશે જ્યારે ચીફ સિલેક્ટરને ૮૦ લાખને બદલે ર્વાિષક એક કરોડ રૂપિયા મળશે. જુનિયર સિલેક્શન કમિટીના સભ્યોના પગારમાં પણ વધારો કરાયો છે. જુનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષને ૬૪ લાખ રૂપિયા ર્વાિષક જ્યારે આ કમિટીના સભ્યોને ૬૦ લાખ રૂપિયા ર્વાિષક સેલરી મળશે. મહિલા ટીમના સિલેક્ટર્સને ૨૫ લાખ અને સિલેક્શન કમિટીના ચેરમેનને ૩૦ લાખ રૂપિયા ર્વાિષક મળશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સીઓએ પ્રમુખ વિનોદ રાય ખુશ 

સંચાલકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે બીસીસીઆઈ પદાધિકારીઓ માટે સતત બે કાર્યકાળ બાદ એક નિશ્ચિત સમય માટે બહાર રહેવાની અનિવાર્યતા (કૂલિંગ ઓફ પિરિયડ)થી સંબંધિત આદેશ અને બોર્ડની ચૂંટણી માટેનો માર્ગ મોકળો કરાયું તેનું સ્વાગત કરાયું હતું. નવા ચુકાદાનો મતલબ વર્તમાન કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી અને ટ્રેજરર અનિરુદ્ધ ચૌધરી વધુ એક કાર્યકાળ માટે ચૂંટણી લડી શકે છે. રાયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ એક સારો આદેશ આપ્યો છે. મને પદાધિકારીઓના સતત બે કાર્યકાળ પર કોઈ સમસ્યા નથી. હું પણ અગાઉ ઇચ્છી રહ્યો હતો કે, છ વર્ષ બાદ કૂલિંગ પિરિયડ શરૂ થાય પરંતુ મને તે વખતે સહમતી મળી નહોતી. રાયે વધુમાં કહ્યું કે, આજના ચુકાદાનો બીજો મુખ્ય મુદ્દો કોર્ટ દ્વારા બીસીસીઆઈના સંવિધાનને સ્વીકાર કરવા માટે સમયસીમા નક્કી કરવાનું છે જેનાથી બોર્ડની ચૂંટણી માટે પણ માર્ગ મોકળો બનશે પરંતુ આ માટે રાજ્ય એસોસિયેશનોએ તેનું ૧૦૦ ટકા પાલન કરવું પડશે. વિનોદ રાયે કહ્યું કે, હવે અમારી પાસે એક બ્લૂપ્રિન્ટ છે જે નવા બંધારણને અપનાવવાનો રસ્તો તૈયાર કરશે અને પછી ચૂંટણી યોજાશે. હવે તે માટે સમયસીમા નક્કી થઈ ગઈ છે.  રાયે એક રાજ્ય એક વોટમાં ફેરબદલ કરાયાના નિર્ણય પર પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, અમે અગાઉ પણ કહી ચૂક્યા હતા કે, મુંબઈ જેવા એસોસિયેશનોના મતદાનના અધિકાર હોવા જોઈએ. પ્રત્યેક એસોસિયેશન પાસે મતદાનનો અધિકાર હોવો જોઈએ.