BCCI's AGM today will decide on the tour of South Africa
  • Home
  • Sports
  • BCCIની આજે AGM, સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે લેવાશે નિર્ણય

BCCIની આજે AGM, સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે લેવાશે નિર્ણય

 | 10:39 pm IST
  • Share

  • પ્રવાસને રદ કરવો કે ટૂંકાવવો તેની અવઢવમાં
  • અમદાવાદ ફ્રેન્ચાઇઝીનું ભાવિ ઘડાશે
  • BCCIની 90મી વાર્ષિક સામાન્ય સભા AGM

બીસીસીઆઇની શનિવારે 90મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાશે જેમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પ્રકોપ વચ્ચે ભારતીય ટીમના આગામી સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. બેઠકમાં કુલ ૨૪ મુદ્દાઓ ઉપર વાટાઘાટ થશે. ભારતીય ટીમને નવમી ડિસેમ્બરે જોહાનિસબર્ગ રવાના થવાનું છે પરંતુ આ પ્રવાસ થશે કે નહીં તેની અનિિૃતતા પ્રવર્તી રહી છે.

આ સિરીઝ બેઠકના સત્તાવાર એજન્ડામાં નથી પરંતુ ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ અંગે ચર્ચા થઇ શકે છે. ઇંગ્લેન્ડના પ્રવાસમાં સપ્ટેમ્બરમાં ભારત ટેસ્ટ શ્રોણીમાં ૨-૧થી આગળ હતું ત્યારે કોરોનાના કારણે માન્ચેસ્ટર ટેસ્ટ રદ કરવામાં આવી હતી જે હવે 2022ના જુલાઇમાં રમાશે. હાલમાં ભારતની એ-ટીમ સાઉથ આફ્રિકામાં છે અને તેને પાછી બોલાવવામાં આવી નથી.

કારકિર્દીમાં 100મી ટેસ્ટ રમવાના આરે પહોંચેલો સુકાની વિરાટ કોહલી સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે બીસીસીઆઇ પાસેથી ચોક્કસ પ્રકારની સ્પષ્ટતા માગી રહ્યો છે. બેઠકમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ ટૂંકાવવો જોઇએ અથવા સ્થગિત કરવો જોઇએ તે અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત આઇપીએલ 2022ની મેગા હરાજીની તારીખ પણ નક્કી કરવામાં આવશે. ચાર સભ્યની પેનલ સીવીસી સમર્થિત અમદાવાદ ફ્રેન્ચાઇઝી અંગે બેઠકમાં પોતાનો અંતિમ નિર્ણય જણાવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો