BDDSની ટીમે સલામત વિસ્ફોટ કરી સંદિગ્ધ વેપન્સનો નિકાલ કર્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • BDDSની ટીમે સલામત વિસ્ફોટ કરી સંદિગ્ધ વેપન્સનો નિકાલ કર્યો

BDDSની ટીમે સલામત વિસ્ફોટ કરી સંદિગ્ધ વેપન્સનો નિકાલ કર્યો

 | 2:00 am IST
  • Share

કચ્છમાં ખિદરત ટાપુના કાંઠેથી મંગળવારે મળેલા સંદિગ્ધ વેપન્સનો સલામત વિસ્ફોટ કરીને આજે બપોરે નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટથી આવેલી ખાસ ટીમ અને એફએસએલના પ્રાથમિક તારણ અનુસાર, વિસ્ફોટક વેપન્સમાં હાઈ એક્સ્પ્લોઝિવ ગણાતાં ડીએનટી નામનો પદાર્થ મળ્યો છે.
ડીવાયએસપી વી.એન. યાદવના જણાવ્યાનુસાર, કચ્છના સીમાવર્તી વિસ્તારમાં આવતા અબડાસા તાલુકાના જખૌ પાસેના ખિદરત ટાપુ વિસ્તારમાં દરિયા કાંઠેથી મંગળવારે પોલીસ, બીએસએફ, કોસ્ટગાર્ડ અને સ્ટેટ આઈબીની ટીમને બાતમીના આધારે તપાસ કરતાં બે સંદિગ્ધ વેપન બોક્સ મળી આવ્યા હતા. આ બે બોક્સ પૈકી એક બોક્સમાં વિસ્ફોટક પદાર્થ હોવાની શંકાના પગલે ડોગ સ્ક્વોડ અને સ્થાનિક બોંબ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ(બીડીડીએસ)ની મદદ લેવાઈ હતી, જેમાં હાઈ એક્સ્પ્લોઝિવ હોવાનું તારણ મળતાં રાજકોટથી બીડીડીએસની ખાસ ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમે આજે બપોરના સમયે સલામત વિસ્ફોટ કરીને સંદિગ્ધ વેપન્સનો નિકાલ કર્યો હતો.
વિસ્ફોટ બાદ બીડીડીએસ તેમજ એફએસએલની ટીમે તેના નમૂના લઈને સ્થળ પર પ્રાથમિક તપાસ કરી હતી, જેમાં વિસ્ફોટકમાં હાઈ એક્સ્પ્લોઝિવ ગણાતાં ડીએનટીનો પદાર્થ મળ્યો હતો. જેના પગલે તેની વધુ તપાસ માટે સેમ્પલ મેળવીને ગાંધીનગર એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો