ઈન્કમ ટેક્ષ ભરનારાઓને CBDTએ આપી મોટી રાહત - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઈન્કમ ટેક્ષ ભરનારાઓને CBDTએ આપી મોટી રાહત

ઈન્કમ ટેક્ષ ભરનારાઓને CBDTએ આપી મોટી રાહત

 | 11:10 pm IST

આવક વેરાનું રિટર્ન અને આવક વેરા વિભાગે બેન્ક તથા અન્ય આર્થિક સંસ્થાઓ પાસેથી મેળવેલા ડેટામાં થોડો તફાવત કે ભૂલ હોય તો કરદાતાને આવકવેરા વિભાગ ડિમાન્ડ નોટિસ નહીં આપે.

તાજા ફાઇનાન્શિયલ બિલમાં દાખલ કરાયેલા આ પગલાંથી નાના તથા પગારદાર કરદાતાઓને રાહત આપવાનો હેતુ છે. ફોર્મ ૧૬ ( નોકરીદાતા પાસેથી અપાયેલી માહિતી ) અને ફોર્મ – ૨૬ એએસ ( આવક વેરા વિભાગે મેળવેલા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ ) વચ્ચેની માહિતીમાં થોડો તફાવત જોવા મળે તો નોટિસ નહીં આપવાનો હેતુ આ જોગવાઇ પાછળ રહેલો છે.

સીબીડીટી ચેરમેન સુશિલ ચંદ્રાએ પીટીઆઇને જણાવ્યું હતું કે આ બંને ડેટામાં નાનકડો તફાવત રહેલો હોય તો ટેક્સ ડિમાન્ડ નોટિસ નહીં આપવાનો નીતિ વિષયક નિર્ણય લેવાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પગલું ઇન્કમટેક્સ રિટર્નની પ્રક્રિયા સરળ બનાવવા માટેના હેતુથી લેવાયું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ એટલે કે ૧લી એપ્રિલથી શરૂ થતા વર્ષના એસેસમેન્ટ માટે કોઈ પણ રિટર્ન ભરાશે તે માટે આ નવો નિયમ લાગુ કરાશે. હાલની પ્રક્રિયા મુજબ આ ડિમાન્ડ નોટિસ આવક વેરા વિભાગના બેંગ્લુરૂ ખાતેના કેન્દ્રીય પ્રોસેસિંગ સેન્ટર દ્વારા અપાતી હતી.

એ એક પ્રક્રિયા હતી, જેમાં કરદાતાએ આપેલા ફોર્મ ૧૬ અને બેન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થા દ્વારા વિભાગે મેળવેલા ફોર્મ ૨૬ એએસ વચ્ચેની સંગતતા જરૂરી હતી. ચંદ્રાએ વધુમાં કહ્યું હતું કે આ પ્રકારના કેસોમાં જો વિસંગતતા મોટી જણાય કે કોઇ કર ચોરીની શંકા પેદા થાય તો તેવા કેસોને સ્ક્રૂટિની હેઠળ મુકાશે.

નવો નિયમ કેમ લેવાયો?

આઇ ટી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ સમજાવ્યું હતું કે, સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ આ પ્રક્રિયા

નાણામંત્રાલયને સૂચવી હતી. કરદાતા અને વેરા વિભાગ વચ્ચે સંદેશા વ્યવહાર ચાલી રહ્યો છે, ત્યારે સેંકડો કેસોમાં આ નિર્ણય હેઠળ કોઈ પગલાં ભરવા નહીં. આવી વિસંગતતા પાછળ નક્કર કારણ હોઈ શકે છે અને તેથી જ હાલની પ્રક્રિયા બદલવાનો નિર્ણય લીધો છે.