NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જાણો વાસ્તુ પ્રમાણે કેવી જમીન હોય છે શુભ-અશુભ

જાણો વાસ્તુ પ્રમાણે કેવી જમીન હોય છે શુભ-અશુભ

 | 6:08 pm IST

કોઇ પણ જમીન ખરીદતા પહેલા વ્યક્તિના મનમાં અનેક ઘણા સવાલો ઊભા થતા હોય છે. જેમ કે, જમીન સારી હશે કે નહિં હોય, આ જમીન લીધા પછી નુકસાન તો નહિં થાય ને, કામ મળશે કે નહિં મળે. આવાં અનેક સવાલો વ્યક્તિના મગજમાં ચાલતા હોય છે. આમ, જો તમે પણ આ સમયે જમીન લેવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે છે એકદમ બેસ્ટ…

  • ખોદકામ કરતી વખતે મળી આવતા અવશેષો, પત્થરો, લાકડી અને અન્ય વસ્તુઓ તેના માલિક અને તેમાં રહેનાર લોકો માટે શુભ-અશુભ પરિણામનો સંકેત આપે છે.
  • ભૂખંડનુ ખોદકામ કરતી વખતે જો કાંકડ, પત્થર મળે તો આ શુભ સંકેત છે. આનાથી લાંબુ આયુષ્ય, ઘન પ્રાપ્ત કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
  • પાકી આખી ઈંટ મળે તો પણ એ જમીન લાભ કરે છે.
  • જમીન ખોદતી વખતે જો સોના-ચાંદી વગેરેના સિક્કા અને અન્ય બહુમૂલ્ય ઘાતુઓ મળે તો આર્થિક સમૃધ્ધિનો સંકેત કરે છે આને શુભ અને ઉત્તમ માનવામાં આવે છે.
  • ખોદકામ કરતી વખતે જો માનવીની ખોપડી કે હાંડકાના ટુકડા મળે તો આને અશુભ અને હાનિકારક માનવામાં આવે છે. આનાથી ભૂ-સ્વામીને મુશ્કેલીઓ અને દુ:ખોનો સામનો કરવો પડે છે.
  • જમીનમાં જો ખોદકામ દરમિયાન ઉધઈ, કીડી અને સાપનુ ઘર મળે તો આને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી જમીન રહેવાની દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતી.