NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સ્ક્રબિંગ કરતા પહેલા રાખો આ ખાસ ધ્યાન, નહિં તો થશે નુકસાન

સ્ક્રબિંગ કરતા પહેલા રાખો આ ખાસ ધ્યાન, નહિં તો થશે નુકસાન

 | 6:28 pm IST

નિયમિત શેવ કરતા પુરુષોને શેવિંગને લગતા જેટલા પણ પ્રોબ્લેમ આવે છે એને દૂર કરવા માટે પણ સ્ક્રબિંગ શ્રેષ્ઠ ઓપ્શન છે. શેવિંગ પછી ઇનગ્રોન હેર આવતા હોય અથવા રેશિસની સમસ્યા હોય તેમના માટે સ્ક્રબિંગ એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. સ્ક્રબના ઉપયોગ પછી કરવામાં આવતું શેવિંગ સ્મૂધલી થઈ જાય છે. બ્લેક હેડ્સ રિમૂવ કરવામાં તેમજ ત્વચાની કરચલીઓ દૂર કરવામાં પણ સ્ક્રબિંગનો ઉપયોગ ખૂબ મહત્વનો છે.

જે છોકરીઓની ઓઇલી સ્કિન હોય તે લોકો માટે સ્ક્રબિંગ ઉપયોગી નીવડી શકે છે. ચોમાસામાં અને ઉનાળામાં સ્કિન વધુ ઓઇલી હોય છે. એ સમયે જો સ્ક્રબનો ઉપયોગ કરવામાં આવે તો એ તમારી ત્વચા માટે બ્લેસિંગ બની શકે એમ છે. પરંતુ એ સિવાય પણ કેટલીક સાવચેતી સ્ક્રબિંગ દરમ્યાન રાખવાની હોય છે. જેમ કે ડ્રાય સ્કિન-ટાઇપ ધરાવતા લોકો જો વધુ પડતું સ્ક્રબિંગ કરે તો એ તેમની ત્વચાને વધુ ઇરિટેટ કરશે અને રેશિસ પણ પડી શકે.

આ ઉપરાંત જે લોકો શેવિંગ પછી આફ્ટર શેવનો ઉપયોગ કરતા હોય તેમણે પણ સ્ક્રબનો ઉપયોગ ટાળવો. જે લોકો સેલિસિલિક એસિડ હોય એવુ ફેસવોશ વાપરતા હોય તેમણે પણ સ્ક્રબનો ઉપયોગ ટાળવો. સ્ક્રબ તમારી ડેડ સ્કિનને કાઢવાનું કામ કરે છે, પરંતુ જેમની ડ્રાય સ્કિન હોય તેમની ત્વચામાંથી ડેડ સ્કિન સેલ્સ ઓટોમેટિકલી ખરી પડતા હોય છે. એવા સમયે વગર વિચાર્યે જો સ્ક્રબનો ઉપયોગ થાય તો એ ત્વચાને લાભ કરવા કરતાં નુકસાન વધુ કરશે.