Be aware of the dangers of online dating
  • Home
  • Featured
  • ઓનલાઇન ડેટિંગના જોખમ જાણીને ચેતી જજો

ઓનલાઇન ડેટિંગના જોખમ જાણીને ચેતી જજો

 | 11:04 am IST

યૂથ કોર્નર । અર્જુનસિંહ રાઉલજી

કોઈ સાથે કોઈ સાથે સામસામે બેસીને વાતો કરવી અને ઓનલાઇન વાતો કરવી -આ બે બાબતોમાં ઘણો ફ્રક છે. આજનો જમાનો તો ફેંક ઇમેજનો જમાનો છે જેમાં સાયબર ક્રાઇમ ડગલેને પગલે વધી રહ્યો છે. આવા સંજોગોમાં સાવધાનીપૂર્વક સંભાળીને આગળ વધવું ખૂબ જરૂરી બની ગયું છે.

કોટાથી એન્જિનિયરિંગ કરવા ગયેલ સમીરની માત્ર એક નાનકડી ભૂલ આખા કુટુંબને ભોગવવી પડી. સમીરે પૂજા સાથે ઓનલાઇન ડેટિંગ શરૂ કરી, દોસ્તી વધતી જ ગઈ, સમીરના રૂમ ઉપર પૂજા મળવા પણ જવા લાગી, બંને ખૂબ ઝડપથી આગળ વધતાં ગયાં અને એ એટલે સુધી આગળ વધી ગયાં કે બંને લીવ ઇનમાં રહેવાં લાગ્યાં. પૂજાએ તેને એવું કહ્યું હતું કે તે વલસાડથી બધું જ છોડીને તેના પ્યાર માટે તેની સાથે રહેવા આવી છે, તેનું આ દુનિયામાં કોઈ જ નથી. લગભગ એક વરસ સુધી બંને પતિ-પત્નીની જેમ એકબીજાની સાથે જ રહ્યાં. સમીરનાં ઘરનાંને તો પોતાના દીકરાના લીવ ઇનની ખબર પણ ના પડી, એકાદ વરસ પછી પૂજાએ સમીર ઉપર લગ્ન કરવા માટે દબાણ વધાર્યું તો સમીરે હાલ તો લગ્ન કરવાની ના જ પાડી દીધી. હજુ તેણે પોતાનું કેરિયર બનાવવાનું હતું અને તે માટે ઘણો સમય હતો તેની પાસે. આથી પૂજાએ પોતાનો બીજો રંગ દેખાડયો.

તેણે પોલિસમાં ફ્રિયાદ કરીને રેપકેસ કરવાની ધમકી આપી. સમીર ગભરાઈ ગયો. તેણે પોતાનાં ઘરનાંને આખી વાત કહેવી જ પડી. આથી તેનાં ઘરનાંએ આ માટે પૂજા સાથે મિટિંગ કરી, તો પૂજાએ સમીરનો પીછો છોડવાના દસ લાખ રૂપિયા માગ્યાં. નહીંતર તેણે સમીર ઉપર પોલીસ કેસ કરવાની ધમકી આપી. તેની પાસે એવી ઘણી બધી સાબિતીઓ હતી કે જેનાથી સમીર ફ્સાઈ શકે તેમ હતો. સમીરના ફેમિલીએ વકીલની સલાહ લીધી. વકીલે પણ સમીરની કેરિયર જોતાં પૈસા આપીને જાન છોડાવવાની સલાહ આપી. નહીં તો મોટી મુસીબત પેદા થવાનો ડર હતો. સમીર અને તેનું કુટુંબ લાંબા સમય સુધી આ ઘટનાથી છૂટી શક્યું નહીં. કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના, તેની સત્યાસત્યતાની ચકાસણી કર્યા વિના માત્ર અને માત્ર ઓનલાઇન ડેટિંગના કારણેએ લોકોએ ઘણો લાંબો સમય માનસિક ત્રાસ સહન કરવો પડયો અને આર્થિક નુકસાન વેઠવું પડયું તે નફમાં ..!

ઓનલાઇન ડેટિંગનું જોખમ જૈસન લોરેંસના કેસમાં ખૂલીને સામે આવ્યું .જ્યારે ખબર પડી કે જૈસને ડેટિંગ સાઇટ ઉપર મળ્યા પછી ૫ સ્ત્રીઓ ઉપર રેપ કર્યો અને બે સ્ત્રીઓને મળ્યા પછી તેમના ઉપર હુમલો કર્યો. ૫૦ વર્ષના જૈસને વેબસાઇટ ઉપર ઘણી બધી સ્ત્રીઓનો સંપર્ક કર્યો હતો, તેના આ ગુનાઓ માટે તેને આજીવન કેદની સજા મળી હતી. જે તે ડેટિંગ વેબસાઇટે આ આરોપી અને ગુનેગારની પ્રોફઇલ ચાર ફ્રિયાદો પછી પણ હટાવી નહોતી.

સિએટલની ૩ બાળકોની ૪૦ વર્ષીય મા ઇંગ્રિડ લાઇનના ખૂનની ઘટનાએ તો સાયબર રોમાન્સની દુનિયા જ હલાવી નાખી હતી. લાઇન વેબસાઇટ ઉપર પોતાના ડેટ ૩૮ વર્ષના જોન રોબર્ટને મળ્યા પછી જ ગાયબ થઈ ગઈ હતી. તેના પૂર્વ પતિએ તે ગુમ થઈ ગઈ હોવાની ફ્રિયાદ કરી ત્યાર પછી એક ડસ્ટબિનમાં તેનું કપાયેલું માથું, ક્ષતવિક્ષત દેહ મળી આવ્યાં હતાં. તેના મિત્રોએ જણાવ્યું કે લાઇન રોબર્ટને કેટલાક દિવસો પહેલાં જ એક ઓન લાઇન ડેટિંગ સાઇટ ઉપર મળી હતી. લાઇનના કેસમાં એ પણ ખબર ના પડી કે તે ડેટ પહેલાં પણ કેટલા સમયથી સાથે હતાં અને એક બીજાના સંપર્કમાં હતાં ..?! પરંતુ તેના દોસ્તોએ જણાવ્યું કે તે ડેટને મળ્યા પછી જ મિસિંગ હતી . રોબર્ટ ઘણા લાંબા સમય પછી પકડાયો હતો . પકડાયા પછી તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

ચોવીસે કલાક દુનિયા સાથે જોડાયેલા રહીને લોકોએ બહાનું તો આપી શકે છે કે તેમની પાસે એક્સરસાઇઝ કરવાનો ટાઇમ નથી કે પછી ક્યાંય આવવા-જવાનો ટાઇમ નથી, પરંતુ કોઈક સ્પેશ્યલ શોધવા માટે તેમને ટાઇમ કાઢવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. જે લોકો પાસે સમયનો અભાવ છે તેમની પાસે કોઈક કાફે અથવા પાર્ટીમાં જવાનો પણ સમય નથી એ લોકો પણ હવે તો ઓનલાઇન પાર્ટનર શોધવામાં વ્યસ્ત થઈ ગયા છે. આવા ઓનલાઇન પાર્ટનરો શોધનારાની સંખ્યા હવે તો વધતી જ જાય છે. ક્યારેક કોઈકને મળ્યા પછી, તેની સાથે વાતચીત કર્યા પછી આપણને એવું લાગે છે કે આપણામાં અને એનામાં કશું પણ કોમન નથી પરિણામે વાત ત્યાંથી જ અટકી જાય છે. આના કારણે જો કે કેટલાક વયસ્કો ઓન લાઇન ડેટિંગનાં જોખમોથી બચી જાય છે .

ખાસ કરીને તો બાળકો અને યુવાનો ઇન્ટરનેટ ઉપર ટાર્ગેટ બની જતા હોય છે. બાળકો પોતાની ઉંમરના લોકો સાથે ચેટ કરતા જ હોય છે. ચાઇલ્ડ સેક્સ ઓફેંડર્સ હંમેશાં યુવાન છોકરીઓની શોધમાં જ હોય છે. આવા સંજોગોમાં પરેન્ટસે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણાં બધાં કારણોથી લોકો ઓન લાઇન ડેટિંગ શરૂ કરી દે છે. ૬૦% લોકો માત્ર મોજમસ્તી માટે, ૧૩% લોકો સેક્સ માટે અને માત્ર થોડાક જ ગંભીર સાર્થક સબંધો માટે ચેટિંગ કરે છે. આમાંથી પણ લગભગ ૭૭% ઓનલાઇન ડેટર્સ એકબીજા સાથે જૂઠ્ઠું બોલે છે.

શું વાસ્તવમાં સાચો પ્યાર મળી જવો આટલો સહેલો થઈ ગયો છે?! હા..ઓનલાઇન ડેટિંગ તમારો સમય ચોક્કસ બચાવે છે પરંતુ તે એટલી બધી સારી વાત નથી જ ..! વર્ચ્યુઅલ વર્લ્ડનાં જોખમો અલગ છે. અલગ ર્વોિંનગ્સ છે . રાઇટ સ્વાઇપ અથવા ક્લિપ કરતાં પહેલાં અમુક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.

તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છો, તે વ્યક્તિ તમને સુપર સ્વીટ લાગે છે, તમને લાગતું હશે કે તમને તમારા માટે યોગ્ય વ્યક્તિ મળી ગયેલ છે, પરંતુ તમને ખબર નથી કે દરેક વ્યક્તિ પોતાની જાતને સ્ક્રીન પાછળ છુપાવી શકે છે અને એક નકાબ પહેરી શકે છે. એ જાણી લ્યો કે તમે કદાચ કોઈક કુટિલ વ્યક્તિ સાથે પણ વાત કરી રહ્યાં હોય ..! કાઉન્સિલર ડો.સ્નેહા કહે છે કે જ્યાં સુધી તમે કોઈપણ વ્યક્તિને ફેસ ટુ ફેસ ના મળો, તેની સાથે ક્યારેય ઇમોશનલી ના જોડાશો. સામાન્ય વાતો ના કરો ત્યાં સુધી તમે તેને ઓળખી શકતા નથી, તેનું વ્યક્તિત્વ ઓળખી શકતાં નથી .મોટા ભાગના લોકો ઓનલાઇન ચેટિંગમાં હંમેશાં ખોટું જ બોલતા હોય છે. આથી તમારી સમક્ષ તેમની સાચી પર્સનાલિટી જાહેર થતી નથી.

હું એક યંગ છોકરીને જાણું છું કે જેણે ઇંસ્ટાગ્રામ ઉપર એક છોકરાને સેન્ટિમેન્ટલ મેસેજો શેર કર્યા હતા. તેણે તેને પોતે સિંગલ છે અને ઘણો યુવાન છે -એ પ્રકારની પ્રોફઇલ બનાવી હતી,જ્યારે વાસ્તવમાં તે મેરિડ હતો અને બે બાળકોનો બાપ હતો, મોટી ઉંમરનો હતો ..! જ્યારે આ વાત બહાર પડી ગઈ ત્યારે છોકરી ઘણી જ દુઃખી થઈ ગઈ. આથી સૌ પ્રથમ એ વ્યક્તિને મળો, તેના વિશે સાચી હકીકત જાણો પછી જ તે વ્યક્તિને તમારા જીવનમાં પ્રવેશ આપો. કોઈપણ અજાણી વ્યક્તિ સાથે સબંધ જોડતાં પહેલાં એલર્ટ રહો. જ્યારે તે સ્ક્રીનની પાછળ હોય તો તેને આગળ લાવવાનું એટલું સહેલું નથી.

પોતાના ઓનલાઇન વર્લ્ડમાં જેને ને તેને એડ ના કરો. સુરતની ગ્રાફ્કિ ડિઝાઇનર રેખા કહે છે કે હું એક વ્યક્તિને ઓનલાઇન મળી, તે ઘણો જ શરમાળ જણાતો હતો અને તે મારી સાથે વાતો કરીને ઘણો જ ખુશ થઈ ગયો. માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જ અમે એકબીજાના કુટુંબ, કામ, શોખ એ બધું જ શેયર કરી દીધું. આથી મને તેને મારા ફેસબુક પેજ ઉપર એડ કરવામાં કશું ખોટું ના જણાયું. પરંતુ મને આૃર્ય ત્યારે થયું કે જ્યારે તેણે મારી સખીઓની પ્રોફઇલ ઉપર જઈને તેમને લાઇક્સ આપવાનું શરૂ કરી દીધું. તેણે એ પણ વિચાર ના કર્યો કે આનાથી મને કેવું લાગશે? તે ઝડપથી જ મારી એક ફ્રેન્ડની ફ્રેન્ડ સાથે ખૂબ જ ફ્રેન્ડલી થઈ ગયો. મને આઘાત લાગ્યો. મેં તેને મારા એકાઉન્ટમાંથી દૂર કરી દીધો અને ત્યાર પછી ક્યારેય તેની સાથે વાત પણ ના કરી. પાછળથી મને ખબર પડી કે તે પેલી યુવતી સાથે ખૂબ જ આગળ વધી ગયો પછી પેલી યુવતીને ખબર પડી કે તે ફ્રોડ છે.

કોઈક સાથે મીઠી મીઠી વાતો કરવી, પછી તેની પર્સનલ વાતો જાણવી, ફેટોઝ શેર કરવા, આ બધી વાતોમાં પણ દગો થાય છે. આ બધી વસ્તુઓ ક્યારેક તો બ્લેક મેઇલિંગ સુધી લઈ જાય છે. ક્લિનિકલ મનોવૈજ્ઞાનિક ડો.સુહાગ કહે છે કે ,’તમે સ્ક્રીન ઉપર કોઈનોયે વિશ્વાસ કરી શકો નહીં, આથી પોતાની કોઈ પણ પર્સનલ માહિતી અથવા ફેટોઝ શેયર ના કરશો. તમને ખબર નથી કે સામેની વ્યક્તિ આ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરશે ?! જો કોઈક ખરેખર જ તમને પસંદ કરતું હોય, તો સૌથી પહેલાં તેને મળો, તેની સાથે વાતો કરો અને જુઓ કે તેની વાસ્તવિક્તા શું છે ? તેની વાસ્તવિક્તા જાણ્યા પછી હવે તમે તેના તરફ કેટલાં આર્કિષત થાવ છો -તે વિચારો .

ક્યારેય પણ કોઈને પણ પોતાની પર્સનલ ડિટેલ્સ અથવા ઓનલાઇન પેમેન્ટ ના આપશો. આ વસ્તુમાં સ્ત્રી-પુરૂષ બંનેની તંગીનો સમાવેશ થાય છે. મુંબઇના ૬૦ વર્ષીય રમણ માધવાણીએ એક ડેટિંગ વેબસાઇટ જે ફ્રોડ હતી પોતાની બધીજ બચત, પોસ્ટ રિટાયરમેન્ટનાં ફ્ંડો, બધું જ ગુમાવી દીધું. તેમણે એક મહિલા સાથે આખું વરસ ડેટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન પછી તેમને રજિસ્ટ્રેશન ફી ભરવાનું કહેવામાં આવ્યું હતું. તેમને કેટલીક મહિલાઓ દેખાડવામાં આવી હતી અને ડેટિંગ પેકેજ આપવામાં આવ્યાં હતાં. તે મહિલાએ કેટલીક વસ્તુઓ જેમકે પોલીસ વેરિફ્કિેશન, ઇન્સ્યોરન્સ, અને બીજી કેટલીક વસ્તુઓ માટે પેમેન્ટ કરવાનું કહ્યું હતું. રમણભાઈ તેમને જેમ જેમ કહેવામાં આવ્યું તેમ તેમ આપતા ગયા, આથી કોઈપણ ઇમોશનલ વાત શરૂ કરતાં પહેલાં એલર્ટ થઈ જાવ. શક્ય છે કે તમારા જ કોઈક મિત્રને પોતાની મનપસંદ સાથી ઓનલાઇન મળી ગયો હોય, અને તે ખુશ હોય, પણ તેનો અર્થ એ નથી જ કે તમારી સાથે પણ એ પ્રમાણે જ બનશે. બધા જ ઓનલાઇન રોમાન્સ સાચા હોતા નથી. બહારની દુનિયામાં અસંખ્ય સિંગલ્સ છે કે જે સારી પાર્ટનર શોધી રહ્યા છે, બહાર જાવ, પોતાની શોધ જોઈ વિચારીને કરો અને નુકસાનથી બચો.

દુનિયામાં લગભગ ૧૦ હજાર ડેટિંગ સાઇટ્સ છે , જે પહેલી જ દેખાઈ જાય તેની જ પસંદગી કરી લેવી એ યોગ્ય નથી. જે સાઇટની સફ્ળતા વિશે તમે તમારા મિત્રો અને સબંધીઓ પાસેથી સાંભળ્યું હોય, તે જ પસંદ કરો – અને જોઈ વિચારીને આગળ વધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન