Be aware that these hands may be behind trembling,
  • Home
  • Featured
  • હાથ ધ્રુજવા પાછળ હોય શકે છે આ મોટા કારણો, જાણીને ચોંકી જશો

હાથ ધ્રુજવા પાછળ હોય શકે છે આ મોટા કારણો, જાણીને ચોંકી જશો

 | 4:47 pm IST

બહારની ખાણીપીણીની ખરાબ આદતોના કારણે આજકાલ દરેક વ્યક્તિ કોઇને કોઇ સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે છે. તો દરેક બીમારીના શરૂઆતના લક્ષણ હોય છે. જે તરફ આપણે ધ્યાન આપતા નથી. જેમ કે હાથ-પગમાં ધ્રુજારી થવી. હાથ-પગ ધ્રુજવાના કારણને ખાસ કરીને લોકો નબળાઇ માને છે. પરંતુ એવું જરૂરી નથી. હાથ ધ્રુજવાના પણ કેટલાક કારણ હોય શકે છે. આજે અમે તેની પાછળનું કારણ જણાવીશું. જો તમેને પણ આ સમસ્યા સતત થઇ રહી છે તો એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લો.

ડાયાબિટીજ

હાથ ધ્રુજવા ડાયાબિટીજનું પણ લક્ષણ હોય શકે છે. જોકે જ્યારે શરીરમાં શુગર ઓછુ થવા લાગે છે તો તનાવ વધી જાય છે. તેનાથી હાથ ધ્રુજવા લાગે છે. એવામાં એક શુગર ટેસ્ટ જરૂરથી કરાવી લો.

લોહીની ઉણપ

શરીરમાં લોહીની ઉણપ થવા પર હાથમાં ધ્રુઝારી થવા લાગે છે. એનીમિયાથી શરીરમાં નબળાઇ આવવા લાગે છે. તમારી ડાયેટનું ખાસ ધ્યાન રાખો અને બ્લડ ટેસ્ટ કરાવવું જોઇએ.

બ્લડ પ્રેશર

હાથ ધ્રુજવાનું કારણ બ્લડ પ્રેશર સામાન્ય ન હોવું પણ હોય છે. બીપી વધવા કે ઓછા થવાના કારણે હાથ ધ્રુજવા લાગે છે. જો તમને સતત બ્લડ પ્રેશરની સમસ્યા થઇ રહી છે તો એક વખત ડોક્ટરની તપાસ જરૂરથી કરાવો.

કોટિસોલ હોર્મોન

શરીરમાં રહેલા કોર્ટિસોલ હોર્મોન વધવા પર તનાવ વધી જાય છે. જેનાથી હાથ ધ્રુજવા, ચિડિયાપણું, વાતો ભૂલી જવી જેવી સમસ્યાઓ થવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન