NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કોઈપણ ચીજમાં રોકાણ કરવાથી દૂર રહે આ પાંચ રાશિ કે લગ્નના લોકો, નહિં તો થશો હેરાન

કોઈપણ ચીજમાં રોકાણ કરવાથી દૂર રહે આ પાંચ રાશિ કે લગ્નના લોકો, નહિં તો થશો હેરાન

 | 2:06 pm IST

ગ્રહોમાં પ્રભાવ આપણા જીવનમાં હમેંશા રહે છે. બદલાતા ગ્રહોની અસર થયા વગર રહેતી નથી. તેમાંયે જ્યારે ગુરુની કૃપા દ્રષ્ટિ ન હોય અને પાપ ગ્રહોનું ભ્રમણ રાશિમાંથી થતું હોય ત્યારે અતિ વિકટ જીવનમાં ક્યારેય ન જોયેલી હોય તેવી સ્થિતિનો સામનો કરવામાં આવે છે. તેમાંયે જો પાપ ગ્રહ રાહુ હોય તો વ્યક્તિ અંધારામાં રહે છે તેની સાથે એવી ઘટના ઘટે છે કે તેથી તે છેતરાયાનો, વિશ્વાસઘાતનો અનુભવ કરે છે. તે એવી સ્થિતિમાં મૂકાઈ જાય છે કે જેની તેને ક્યારેય કલ્પના જ ન હોય. આ સ્થિતિ અતિ દૂષ્કર છે. આથી જ વ્યક્તિએ પોતાની કુંડળી સમયાંતરે જોવી કે જોવડાવવી જોઈએ. તે નજીકના ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે થોડો ઝાઝો ખ્યાલ અચૂક આપી જ દે છે. જો વ્યક્તિ સતર્ક અને ચાલાક હોય તો તે અતિ વિકટ સ્થિતિ આવતા પહેલાં તેમાંથી નિકળી જાય છે.

નભ મંડળમાં જોતા પાંચ રાશિ કે લગ્નવાળી વ્યક્તિઓ માટે આવનારો સમયગાળો અતિ વિકટ છે. એક છે સિંહ રાશિ, કર્ક રાશિ, મિથુન રાશિ, વૃષભ રાશિ અને અને બીજી છે મીન રાશિ. તેમાંયે સૌથી વિકટ સ્થિતિ મિથુન રાશિ અને મીન રાશિના વ્યક્તિઓ માટે છે. તેમને બેવડો માર છે. મીન રાશિ કે લગ્ન ધરાવનારને એક તો ગુરુ આઠમે આવવાથી તેની મદદ મળતી નથી. જ્યારે કર્કનો રાહુ તેના પર દ્રષ્ટિ કરે છે. જો ગહનરીતે જોઈએ તો જેનું સિંહલગ્ન, કર્કલગ્ન, મિથુનલગ્નના લોકોને રાહુનું છત્રભ્રમણ ચાલે છે. સિંહ માટે રાહુના છત્રભ્રમણના સાડાચાર વર્ષના સમયગાળામાંથી છેલ્લો અંતરો દોઢ વર્ષનો બાકી રહ્યો છે તે શરૂ થયો છે. જ્યારે કર્ક લગ્ન ધરાવતા વ્યક્તિઓ માટે રાહુના છત્રભ્રમણના પ્રથમ દોઢ વર્ષ પૂર્ણ થયું. અને બાકીના ત્રણ વર્ષ પૈકી રાહુ ભ્રમણનો મધ્ય અંતરો શરૂ થયો છે. તે પછી દોઢ વર્ષનો અંતિમ અંતરો આવશે. તેથી આ લગ્નના વ્યક્તિઓએ ઓછામાં ઓછું ત્રણ વર્ષ સંભાળવું. જો મિથુન લગ્નના વ્યક્તિઓનીની વાત કરીએ તો કર્કનો રાહુ તેમના ધન-પરિવાર સ્થાનમાંથી પસાર થાય છે જેને લીધે તેમને સાડાચાર વર્ષનો રાહુનો છત્રભ્રમણનો કાળ શરૂ જ થયો છે. તેથી આ સાડાચાર વર્ષ દરમિયાન એવી ઘટના ઘટશે કે જેની તેમને ક્યારેય કલ્પના જ ન હોય. વળી ધનનો શનિનો પણ સીધી દ્રષ્ટિ કરે છે તેથી અવશ્ય વિપરિત સમય છે. તેમાં કોઈ શંકા નથી.

જ્યારે વૃષભ રાશિ માટે રાહુ સીધી રીતે તકલીફ કર્તા નથી. ખાલી ગુરુની મદદ મળતી નથી. તેટલાં અંશે નકારાત્મક છે. શનિ-રાહુ એટલા તકલીફ કર્તા નથી. રાહુ ત્રીજે અને શનિ આઠમે એટલું નકારાત્મક ન બને છતાં પરિવારને તકલીફ રહે. પૈસાની તકલીફ રહે. તેર મહિના સાચવવા.

માટે ખાસ આ રાશિલગ્નના વ્યક્તિઓને સૂચના આપવામાં આવે છે કે સાવધ રહેવું, નહિં તો એવી સ્થિતિ આવશે કે જીવતેજીવ જ મરતતોલ ફટકો પડશે.

જ્યારે મીન રાશિ માટે છત્ર ભ્રમણ નથી પણ ગુરુ નકારાત્મક છે અને રાહુની પાંચમી દ્રષ્ટિથી પકડ છે. તેથી તેમના માટે પણ અતિ વિકટ સમયગાળો કહી શકાય. રાહુ બેસતા કે ઉતરતા જોરદાર ફટકો મારે. પરિવારમાં અતિ નજીકના વ્યક્તિના સ્વાસ્થયને અસર થાય. ન જોઈતી ઉપાધિઓ આવી જાય. નાણાંકિય જરૂરિયાત વિશેષ રહે. જેથી દોઢ વર્ષ ખાસ સાચવવું.

આમ, કોઈપણમાં રોકાણ કરતાં પહેલા આ પાંચ રાશિ કે લગ્નના લોકોએ ખાસ સાચવવું, છે નકારાત્મક સમય. જો નહિં માનો તો ચોક્કસ થશો હેરાન.