ગીતામંદિર બસ સ્ટેન્ડ: લેવાયો તઘલખી નિર્ણય, 15 મિનિટ રોકાશો તો કરાશે આટલો મોટો ચાર્જ - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગીતામંદિર બસ સ્ટેન્ડ: લેવાયો તઘલખી નિર્ણય, 15 મિનિટ રોકાશો તો કરાશે આટલો મોટો ચાર્જ

ગીતામંદિર બસ સ્ટેન્ડ: લેવાયો તઘલખી નિર્ણય, 15 મિનિટ રોકાશો તો કરાશે આટલો મોટો ચાર્જ

 | 8:27 pm IST

જો બહારગામ જવા માટે ગીતામંદિર બસ સ્ટેન્ડ જતા હોય તો તમારે ખિસ્સા ગરમ રાખવા પડશે. કારણકે ગીતામંદિર પર એક તો હવે તમારે એન્ટ્રી ફી ચૂકવવી પડશે. બીજું કે જો તમે ત્યાં 15 મિનિટથી વધારે રોકાશો તો તમારી પાસેથી ચાર્જ વસુલવામાં આવશે.

અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ પર હવે તમને એરપોર્ટ અને રેલવે સ્ટેશનની માફક એન્ટ્રી ફી ચૂકવવી પડશે. ગીતામંદિરમાં આગતૂંક દીઠ રૂ પાંચ પ્રવેશ ફી વસુલવામાં આવશે. જ્યારે બીજા નિર્ણયમાં ગીતામંદિરમાં સંચાલક કોન્ટ્રાક્ટર દ્વારા લેવાયેલા તઘલખી નિર્ણય મુજબ તમારે 5 મિનિટથી વધારે સમય રોકાશો તો 10 રૂપિયા આપવા પડશે. અને જો 15 મિનિટથી વધું સમય રોકાશો તો રૂપિયા 100 ચાર્જ કરવામાં આવશે. ત્યારે આ મામલે પ્રશ્ન એ છે કે બસ મોડી હોય કે મોડી ઉપડે કે ઉપરથી જ મોડી આવે તો શું? શું પ્રવાસીઓ બસસ્ટેન્ડમાં બેસીને બસની રાહ પણ ન જોઈ શકે? અને ધારોકે પ્રવાસીઓ બસ આવવાની વાર હોવાનું જાણી બહાર ચાલ્યા જાય અને બસ આવીને જતી રહે તો જવાબદારી કોની ?

ગીતામંદિરમાં ટૂંક સમયમાં જ આ પ્રથાને અમલી બનાવાશે, તેમ જાણવા મળ્યું છે.