Be surprised know price these Weird Banians
  • Home
  • Featured
  • આ કાણા વાળા ગંજીની કિંમત જાણીને મોંમાંથી નીકળી જશે ઓ બાપરે…

આ કાણા વાળા ગંજીની કિંમત જાણીને મોંમાંથી નીકળી જશે ઓ બાપરે…

 | 2:53 pm IST


આજકાલ ફેશનની દુનિયામાં અવનવી ફેશનના ટ્રેન્ડ ચાલી રહ્યા છે જ્યારે લોકો ફેશનના હિસાબથી પોતાને અલગ બતાવવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ્સ અપનાવે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે પોતાને સ્ટાઇલિશ અને ખાસ બતાવવા માટે અજીબો ગરીબ ફેશન ટ્રેન્ડને ફોલો કરે છે. જે અન્ય લોકોથી અલગ દેખાય. આવી અવનવી ફેશનને લઇને IPS ડી રૂપાએ એક ટ્વીટ કરી છે. જેમા તેમને લખ્યું છે કે પ્લીસ તમારા જૂના બનિયાન ફેંકશો નહીં. કારણકે બેંગ્લોરમાં આવું જ એક બનિયાન વેંચવા માટે મૂક્યું છે જેની કિંમત 50-60 રૂપિયા નહીં પરંતુ 1799 રૂપિયાનું છે. શુ ખરેખર આવી ફેશન હોય શકે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જીન્સની પણ કેટલીક એવી ફેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો.

બ્રેન્ડ જારાની રિપ્ડ જીન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ જીન્સનો ક્રેઝ એટલો વધારે હચો કે તે યૂથની વચ્ચે ખૂબ પોપ્યુલર થઇ હતી અને તેને એકસ્ટ્રીમ કટ આઉટ જીન્સ નામ આપવામાં આવ્યું હતું. આ એકસ્ટ્રીમ કટ આઉટ જીન્સ માત્ર આગળથી નહીં પરંતુ પાછળથી પણ એટલી ફાટેલી હતી. જેને જોઇને તમે હેરાન થઇ જશો. તેની કિંમત 168 ડોલર એટલે તે આશરે 11 હજાર ડોલરથી પણ વધારે હતી.