શું તમે બીચ પર ફરવા જવાના છો? તો જરૂર સાથે લઇ જાઓ આ વસ્તુઓ - Sandesh
  • Home
  • Food & Travel
  • શું તમે બીચ પર ફરવા જવાના છો? તો જરૂર સાથે લઇ જાઓ આ વસ્તુઓ

શું તમે બીચ પર ફરવા જવાના છો? તો જરૂર સાથે લઇ જાઓ આ વસ્તુઓ

 | 5:42 pm IST

બીચ પર ફરવા જવાનું દરેક લોકોને ગમતુ હોય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે, બીચ પર ફરવા જતી વખતે સાથે શું લઇ જવુ અને શું નહિં. જો કે આજે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને લાવ્યા છીએ કેટલીક એવી સરળ ટિપ્સ કે જે તમારી ટ્રિપમાં કરી દેશે ડબલ વધારો.

કોટન ડ્રેસ
મોટાભાગના બીચ પર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેતું હોય છે ત્યારે શ્રેષ્ઠ તે જ રહેશે કે તમને સફેદ કે હલકા રંગોના કોટન કપડાં ત્યાં લઇ જાવ, જેથી કૂલ પણ રહી શકો, પરસેવા પણ ના લાગે અને કમ્ફર્ટ પણ રહે.

ડેનિમ શોર્ટ
ડેનિમ શોર્ટ આવી જગ્યાઓ લઇ જવું મસ્ટ છે. તમે કેપ્રી સાઇઝ ડેનીમ પણ લઇ જઇ શકો છો. જેથી પાણીમાં પલડતી વખતે વાંધો ના આવે અને ટ્રેન્ડી પણ રહે.

સ્ટાઇલીશ બેગ
રેક્ઝીન કે કપડાની એક સ્ટાઇલીશ બેગ તમે આ પ્રવાસમાં તમારી સાથે લઇ જઇ શકો છો. જેથી તમે જ્યારે બિચ પર જાવ તો તમારી હેટ, ગોગ્લસ, સનસ્ક્રીન લોશન અને ભીના થયેલા કેટલાક કપડા આ બેગમાં રાખી શકો.

સનગ્લાસિસ અને ટ્રેન્ડી નેઇલપોલિસ
કોઇ પણ બીચ પર જતા પહેલા લેટેસ્ટ સ્ટાઇલના ગોગ્લસ તો મસ્ટ છે તે તમારા સેલ્ફીમાં ચાર ચાંદ લગાવી દે છે. આ સાથે તમે ફરવા જતી વખતે જો ડાર્ક નેઇલપોલીશ અને ડાર્ક લિપસ્ટિક લગાવશો તો લોકો તમારી સામે જોતા રહી જશે.

બિકની
જો તમે જીવનમાં ક્યારેય બિકની ના પહેરી હોય અને પતિ સાથે બીચ પર જતા હોવ તો એક વાર તમારે બિકની પહેરવાનો મોકો ઉઠાવવો જોઇએ. વળી તમને તમારા શરીર પર અનુરૂપ લાગે તેવી ડિઝાઇન વાળી બિકની ખરીદી શકો છો અને કમરથી નીચે કોઇ લાંબો દુપટ્ટો બાંધીને સ્ટાઇલીશ અને કમ્ફર્ટેબલ ફિલ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન