Bear and car in jungle video goes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • જંગલમાં ઉભી હતી કાર, અચાનક નજીક આવ્યું રીંછ, દરવાજો ખોલ્યો અને પછી…Video હસવું આવશે

જંગલમાં ઉભી હતી કાર, અચાનક નજીક આવ્યું રીંછ, દરવાજો ખોલ્યો અને પછી…Video હસવું આવશે

 | 4:38 pm IST

સોશિયલ મીડિયા પર હાલ એક રીંછ(Bear) નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક રીંછ જંગલમાં ઉભેલી એક કાર તરફ જાય છે અને દરવાજો ખોલે છે. રીંછ જ્યારે દરવાજો ખોલે છે તો લોકોની જોરદાર ચીસો સંભળાય છે. જે સાંભળીને રીંછ પણ ડરી જાય એવું લાગે છે.

આ વીડિયો જોઈ એવું લાગી રહ્યું છે કે કારમાં અમુક લોકો બેઠા છે. જે રીંછને જોઈ ડરી જાય છે અને જોર-જોરથી બૂમો પાડવા લાગે છે. રીંછ જ્યારે આ લોકોને ચીસો પાડતા જોવે છે તો તે પણ કારથી દૂર જતો રહે છે. આ વીડિયો ક્લિપને જોઈ એવું લાગી રહ્યું છે કે આને કારના માલિકે જ રેકોર્ડ કરી છે.

આ વીડિયો માત્ર 1 દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવ્યો છે અને 29,600થી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોઈ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને રીંછને આમ કારથી દૂર જતા જોઈ હસી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન