Bear Grylls Height, Weight, Age, Girlfriend, Wife, Family, Biography & More
  • Home
  • Entertainment
  • આડેધડ ગમે તે જાનવરને ખાનાર અને મોદીને એડવેન્ચર કરાવનાર બેયર ગ્રિલ્સ કોણ છે?

આડેધડ ગમે તે જાનવરને ખાનાર અને મોદીને એડવેન્ચર કરાવનાર બેયર ગ્રિલ્સ કોણ છે?

 | 4:23 pm IST

બેયર ગ્રિલ્સ ખુબ ફેમશ એન્કર અને હોસ્ટ છે, તેનો શો Man Vs Wild ખુબ લોકપ્રિય છે, આ શોમાં ફેમશ હસ્તીઓ આવી ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદીની પહેલા આ શોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ આવી ચૂક્યા છે.

બેયર ગ્રિલ્સ એડવેન્ચર લાઈફનો એટલો શોખીન છે કે એકવાર તેણે પાતાના પુત્રને મુશ્કેલીમાં મુકી દીધો હતો. તેના એડવેન્ચરના કારણે બેયરને સેના પણ છોડવી પડી હતી. આવો જાણીએ કે બેયર ગ્રિલ્સ છે કોણ અને તેને લઈને અદભૂત વાતો…

બેયર ગ્રિલ્સનું પુરૂ નામ એડવર્ડ માઈકલ ગ્રિલ્સ છે અને તેનું નિકનામ બેયર છે. તેને આ નિકનામ તેની બહેને આપ્યું હતુ. તે બ્રિટિશ સાહસકર્મી, લેખક અને ટેલીવિઝન એન્કર છે. તે પોતાની શ્રેણી મેન વર્સિસ વાઈલ્ડ માટે વિશેષ રૂપથી જાણીતો છે, બેયર ગ્રિલ્સ લાંબા સમયથી એડવેન્ચર અને નેચરથી જોડાયેલો છે. તેણે એસ્કેપ ટૂ ધ લીઝન, વસ્ટ કેસ સિનારિયો, એસ્કેપ ફ્રોમ હેલ, મિશન સર્વાઈવ અને બોર્ન સર્વાઈવર/મેન વર્સિસ વાઈલ્ડ જેવા ઘણા ફેમશ ટીવી શોમાં ભાગ લીધો છે.

બેયર ગ્રિલ્સ બ્રિટનના ચર્ચિત પરિવારનો ભાગ છે. તેના નાના ફેમશ ક્રિકેટર હતા અને બેયર ગ્રિલ્સના પિતા એક ફેમશ પોલિટિશિયન હતા.

કદાચ તમે આ વાત ન જાણતા હોય કે બેયર ગ્રિલ્સ બ્રિટિશ સેનામાં વર્ષ 1994થી લઈને 1997 સુધી રહ્યો હતો. બેયર ગ્રિલ્સને પૈરાશૂટિંગ, નિરસ્ત્ર યુદ્ધ અને ક્લાઈબિંગ અને સર્વાઈવલ જેવી ફીલ્ડમાં મહારત મેળવી છે. તેણે સર્વાઈવલ ટ્રેનર તરીકે નોર્થ આફ્રીકામાં 2 વાર તૈનાત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે ગંભિર અકસ્માત પણ થયો હતો. કેન્યામાં પણ પૈરાશૂટ ન ખુલવાના કારણે તે ઘાયલ થઈ ગયો હતો. તે સમયે તેના કમરના હાડકામાં ગંભિર ઈજા આવી હતી અને સેના છોડવી પડી હતી. 2004માં ગ્રિલ્સને રોયલ નેવલ રિઝર્વમાં લેફ્ટનેંટ કમાન્ડર તરીકે સમ્માનિત કરવામાં આવ્યો હતો.

એડવેન્ચરને લઈને ગ્રિલ્સ એવો પાગલ હતો કે તેણે વર્ષ 2015માં પોતાના પુત્ર જેસીને સેંટ ટડવોલ દ્રિપ પર એકલો છોડી દીધો હતો. તે જાણવા માંગતો હતો કે લાઈફબોટ ઈંસ્ટિટ્યૂશન તેને બચાવી શકે છે કે નહીં. જેસીને સમય પહેલા જ બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ તેના લીધે બેયર ગ્રિલ્સની ખુબ આલોચના કરવામાં આવી હતી.

16 મેં 1998 ગ્રિલ્સે પોતાના બાળપણના સપનાને પૂરુ કર્યું અને કમરનું હાડકુ ટૂટવાના ફક્ત 18 મહીનામાં જ 23 વર્ષની ઉંમરમાં તે એવરેસ્ટ ચઢનારો પહેલો વ્યક્તિ હતો. જો કે બાદ તેનો રેકોર્ડ તૂટી ગયો હતો.

બેયર ગ્રિલ્સે 2000માં શારા ગ્રિલ્સ (કૈનિંગ્સ નાઈટ) સાથે લગ્ન કરી લીધા. તેના ત્રણ બાળકો છે. જેસી, મર્મદુકે અને હકલબેરી.

ગ્રિલ્સનું બાળપણ 4 વર્ષની ઉંમર સુધી ડોનાઘડી, ઉત્તર આયરલેન્ડમાં વિત્યું, જે બાદ તેનો પરિવાર આઈલ ઓફ વ્હાઈટ પર બેમ્બ્રિજમાં રહેવા માટે ગયા. ગ્રિલ્સનો અભ્યાસ ઈટન હાઉસ, લુડગ્રોવ સ્કૂલ, ઈટન કોલેજ અને બર્કબેક સાથે લંડનમાં કર્યો, જ્યાં તેણે 2002માં હિસ્પેનિક સ્ટડીમાં ડિગ્રી મેળવી હતી. ખુબ નાની ઉંમરમાં જ તેના પિતા તેને ઉંચાઈ પર ચડવાનું અને જહાજ ચલાવવાનું શિખવ્યું. યંગ એજમાં જ બેરે શોટોકન કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન