Bear Spot In CCTV At Dantiwada Shergadh
  • Home
  • Videos
  • દાંતીવાડાનાં શેરગઢમાં જોવા મળ્યુ રીંછ, જોઇ લો વિડીયો

દાંતીવાડાનાં શેરગઢમાં જોવા મળ્યુ રીંછ, જોઇ લો વિડીયો

 | 8:38 pm IST

બનાસકાંઠાનાં દાંતીવાડા તાલુકાનાં શેરગઢ ગામમાં રીંછ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. છેલ્લા 2 દિવસથી રીંછ શેરગઢમાં જોવા મળી રહ્યું છે. ગામની દૂધ ડેરીનાં સીસીટીવી કેમેરામાં રીંછ કેદ થયું હતુ. વિડીયોમાં જોઇ શકાય છે કે રીંછ ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમા સફળ ના રહેતા તે ઝાડ પર ચડવાનો પ્રયત્ન કરે છે. રીંછનો આ વિડીયો સામે આવ્યા બાદ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શેરગઢ ગામની બાજુમાં જંગલ અને અરવલ્લીનાં પહાડો છે. આ ઉપરાંત જેસોર રીંછ અભ્યારણ પણ અહીંથી નજીક છે. શિયાળાની ઋતુમાં અહીં રીંછ જોવા મળતા હોવાનું લોકો કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન