Beautiful and Glamours Female Anchors Of IPL History
  • Home
  • Featured
  • Photos: IPLની આ મહિલા એન્કર્સ સુંદરતા જ નહીં, જ્ઞાનનાં મામલે પણ અવ્વલ

Photos: IPLની આ મહિલા એન્કર્સ સુંદરતા જ નહીં, જ્ઞાનનાં મામલે પણ અવ્વલ

 | 5:07 pm IST

ટેલીવિઝનની દુનિયામાં શિબાની દાંડેકર એક મોટુ નામ છે. મૉડલ, એક્ટ્રેસ, વિડીયો જર્નાલિસ્ટ શિબાની અત્યાર સુધી ઘણા મોટા શૉ હૉસ્ટ કરી ચુકી છે. આમાંથી એએક્સએનનો ‘મેન 2.0’, ‘ઝલક દિખલાજા સીઝન-5’, ‘આઈ કેન ડૂ ધેટ’ જેવા ઘણા મોટા કાર્યક્રમ સામેલ છે. આઈપીએલ સીઝન-11થી લઇને સીઝન-15ને તેણે જ હૉસ્ટ કરી હતી. બી ટાઉનની એક બીજી સુંદર મૉડલ કરિશ્મા કોટક પણ આઈપીએલને હૉસ્ટ કરી ચુકી છે. લંડનમાં જન્મેલી કરિશ્માએ પોતાના મૉડલિંગ કેરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરમાં કરી હતી. કરિશ્માએ આઈપીએલ સીઝન-6ને હૉસ્ટ કરી હતી.

આઈપીએલની સૌથી લોકપ્રિય અને ગ્લેમરસ એંકરમાં અર્ચના વિજયાનું નામ પણ સામેલ છે. અર્ચના વિજયા આઈપીએલની ચોથી સીઝનમાં લીગનો પાર્ટ બની હતી. ક્રિકેટમાં ઘણી રૂચી હોવાના કારણે તે ‘ટૂર ડાયરી ફૉર એક્સ્ટ્રા કવર’ અને ‘ક્રિકેટ મસાલા માર કે’ જેવા ટેલીવિઝન શૉ હૉસ્ટ કરી ચુકી છે. ઑસ્ટ્રેલિયાની પૂર્વ મિસ વર્લ્ડ એરિન હૉલેન્ડ પણ આઇપીએલનો ભાગ રહી ચુકી છે. જણાવી દઇએ કે આ શાનદાર એન્કર ક્લાસિકલ વૉયસ બેચલર ડિગ્રી પણ લઇ ચુકી છે. એરિને આના પહેલા પણ ઘણા ટીવી શૉમાં એન્કરિંગ કર્યું છે.

ઑસ્ટ્રેલિયાની પૂર્વ મિસ વર્લ્ડ એરિન હૉલેન્ડ પણ IPLનો ભાગ રહી ચુકી છે. જણાવી દઇએ કે આ શાનદાર ટીવી એન્કર ક્લાસિકલ વૉયસ બેચલર ડિગ્રી પણ લઇ ચુકી છે. એરિને આ પહેલા પણ ઘણા ટીવી શૉમાં એન્કરિંગ કરી છે. તો આઈપીએલની સૌથી ફેમસ એન્કરમાં મયંતી લેંગર છે. મયંતી રમત સાથે જોડાયેલા શૉમાં નજર આવતી હોય છે. તેણે એક ગેસ્ટ એન્કર તરીકે ફીફા વર્લ્ડ કપથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. મયંતી લેંગર રાજસ્થાન રૉયલ્સનાં ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન