Beautiful and Gorgeous Photos Of Bollywood Actress Riya Sen
  • Home
  • Featured
  • Photos: ‘રાગિની MMS’ની અભિનેત્રીની બિકિની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

Photos: ‘રાગિની MMS’ની અભિનેત્રીની બિકિની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

 | 6:00 pm IST

‘રાગિની MMS 2.2’ની સુંદર અને હૉટ અભિનેત્રી રિયા સેનની તસવીરોએ ફરી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ વખતે રિયા સેને બિકિની પહેરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. રિયા સેન બિકિનીમાં હૉટ પોઝ આપી રહી છે. ‘રાગિની MMS’માં રિયા સેને પરિણીત છોકરીનું પાત્ર નિભાવ્યું હતુ. આ સીરીઝથી તેનો એક બૉલ્ડ સીન પણ વાયરલ થયો હતો. તો પોતાના આ નવા બિકિની ફૉટો બાદ રિયા એકવાર ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની આ તસવીરોને ઘણી જ પસંદ કરી રહ્યા છે.

રિયા અત્યારે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. રિયાએ ઘણીવાર પોતાના ઇન્ટાગ્રામ પર યોગા કરતી તસવીરો પણ શેર કરી છે. આ વખતે બ્લેક બિકિનીમાં રિયાની આ અદાઓ તમારા હોશ ઉડાવી દેશે. રિયાએ પોતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. રિયા સેને 1991માં ચાઇલ્ડ એક્ટર તરીકે ‘વિષકન્યા’ ફિલ્મથી પોતાનાં એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. 16 વર્ષની ઉંમરમાં તેણે ફાલ્ગુની પાઠકનાં આલ્બમ ‘યાદ પિયા કી આને લગી’થી લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત ‘દિલ-વિલ, પ્યાર-વ્યાર’ અને ‘ઝંકાર’માં પણ તેના કામને પસંદ કરવામાં આવ્યું.

રિયાએ ઘણી નાની-મોટી ફિલ્મો કરી, પરંતુ તેને ફેમ મળ્યું નહીં. રિયા સેને 17 ઑગષ્ટ 2017નાં રોજ પોતાના બૉયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન