સુંદર અને લાંબા પગ ધરાવતા પુરુષો મહિલાઓના આકર્ષણનું કેન્દ્રબિંદુ - Sandesh
NIFTY 10,817.70 +0.00  |  SENSEX 35,622.14 +0.00  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સુંદર અને લાંબા પગ ધરાવતા પુરુષો મહિલાઓના આકર્ષણનું કેન્દ્રબિંદુ

સુંદર અને લાંબા પગ ધરાવતા પુરુષો મહિલાઓના આકર્ષણનું કેન્દ્રબિંદુ

 | 3:17 am IST

એક સામાન્ય ધારણા એવી હતી કે પુરુષો સુંદર અને લાંબા પગ ધરાવતી મહિલાઓ તરફ વધારે આકર્ષિત થતાં હોય છે પરંતુ તાજેતરના એક અધ્યયનમાં તેનાથી તદ્દન વિપરીત વાત બહાર આવી છે. લગભગ ૮૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા એક સંશોધનમાં એવું માલૂમ પડયું કે મહિલાઓને પણ સુંદર અને લાંબા પગ ધરાવતા પુરુષો વધારે ગમતાં હોય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અધ્યયન પરથી એવું જણાય છે કે લાંબા પગ વાળા પુરુષો તરફ મહિલાઓ એટલા માટે ખેંચાતી હોય છે કારણ કે, આવી મહિલાઓ તંદુરસ્ત અને સુખી ઘરની હોય છે.

મહિલાઓને આ વાતનું ભાન હોતું નથી પરંતુ તેમનું અચેતન મન તેમને કહેતું હોય છે કે ટૂંકા પગ વાળા પુરુષો ગરીબ અને કુપોષણથી પીડિત હોય છે. તદુપરાંત ટૂંકા પગવાળા પુરુષોને હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ-૨ નો ખતરો સૌથી વધારે રહેતો હોય છે. અભ્યાસમાં ભાગ લેનાર મહિલાઓને પાંચ ફૂટ ૯ ઈંચની ઊંચાઈ ધરાવતા પુરુષોની તસવીર દેખાડવામાં આવી હતી. પુરુષોના પગમાં ડિજિટલી રીતે ફેરફાર કરવામાં આવ્યા હતા, પગની લંબાઈ વધારવામાં આવી. ત્યાર બાદ મહિલાઓને વિવિધ તસવીરોની આકર્ષિતતાનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું.

ઉત્ક્રાંતિકાળથી આ આકર્ષણ ચાલતું આવ્યું છે

સંશોધનની આગેવાની લેનાર લીડ ઓથર થોમસે કહ્યું કે અમને માલૂમ પડયું કે જે મહિલાઓને કમ્પ્યૂટર દ્વારા બનાવવામાં ઔઆવેલા પુરુષોના પગ થોડા વધારે લાંબા લાગ્યા હતા તે પુરુષો તરફ તે વધારે આકર્ષિત થઈ હતી. જોકે હાથની લંબાઈને કારણે મહિલાઓના આકર્ષણમાં કોઈ દેખીતો ફેરફાર જોવા મળ્યો નહોતો. તેમણે કહ્યું કે આ શોધે માનવ ઉત્ક્રાંતિના સમયગાળા દરમિયાન શરીરના અંગોની મહત્ત્વતા પર પ્રકાશ ફેંક્યો છે. ખાસ કરીને એવું સૂચન મળ્યું છે કે લાંબા પગની અસર પ્રજનન સફળતા પર ઔપડતી હોય છે અને અલબત્ત વાસ્તવિકતામાં લોકો કદી પણ આદર્શ હોતા નથી.