Beautiful Photos Of Aditi Hundia Girlfriend Of Ishan Kishan
  • Home
  • Featured
  • Photos: બેંગલોરના બોલરોની ધોલાઈ કરનારો ઈશાન કિશન આ સુંદરીના પ્રેમમાં થયો છે ક્લિન બૉલ્ડ

Photos: બેંગલોરના બોલરોની ધોલાઈ કરનારો ઈશાન કિશન આ સુંદરીના પ્રેમમાં થયો છે ક્લિન બૉલ્ડ

 | 1:32 pm IST

રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં ઇશાન કિશન પોતાની ધમાકેદાર બેટિંગના કારણે ચર્ચામાં રહ્યો. આ મેચમાં ઇશાન કિશને 58 બૉલમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 99 રન બનાવ્યા. જો કે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. મુંબઈની હારથી ઇશાન કિશન નિરાશ હતો. જોકે તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ તેનો આત્મવિશ્વાસ વધારવાનો અને મોટિવેટ કરવાનો પ્રયત્ન કર્યો. અદિતિ હુંડિયાએ ઇશાન કિશનનો વિડીયો શેર કરીને લખ્યું કે, ‘આઈ એમ સો પ્રાઉડ ઑફ યુ બેબી.’

અદિતિ હુંડિયા મિસ દિવા સુપરનેશનલ 2018ની વિજેતા રહી છે. એટલું જ નહીં અદિતિએ એલીટ મિસ રાજસ્થાન 2016માં ભાગ લીધો હતો અને તે રનરઅપ રહી હતી. તેના નામે અનેક એવોર્ડ છે, જેમાં મિસ બ્યૂટીફુલ આઇઝ, મિસ બોડી બ્યૂટીફૂલનો ખિતાબ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે અદિતિ હુંડિયાએ પોતાના શોબિઝની સફરની શરૂઆત FBB કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2018 પેજેન્ટથી કરી હતી, જ્યાં તેને મિસ રાજસ્થાનનો ખિતાબ મળ્યો હતો. અદિતિ ભારતની તરફથી એ મિસ સુપરનેશનલ માટે પોલેન્ડ પણ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન