Beautiful Photos Of House Hrithik Roshan's Ex Wife Sussanne Khan
  • Home
  • Featured
  • Photos: ઋતિકની પૂર્વ પત્ની સુસૈન ખાનનું ઘર જોઇને અવાચક રહી જશો, જોઇલો આ PICS

Photos: ઋતિકની પૂર્વ પત્ની સુસૈન ખાનનું ઘર જોઇને અવાચક રહી જશો, જોઇલો આ PICS

 | 11:41 am IST

સુઝૈન ખાન ઘણીવાર ઋતિકના ઘરે પોતાના બાળકો સાથે સમય પસાર કરવા માટે આવતી રહે છે, પરંતુ સુઝૈનનું ખુદનું મુંબઈના જુહૂ વિસ્તારમાં અત્યંત સુંદર ઘર છે. તાજેતરમાં જ સુઝૈને પોતાના ઘરની ઝલક ફેન્સને બતાવી હતી. લગભગ એ બધા જાણતા હશે કે સુઝૈન ખાન એક ઇન્ટેરિયર ડિઝાઇનર છે. પોતાના ઘરને તેણે જ ડિઝાઇન કર્યું છે. સુઝૈનના ઘરનો એક-એક ખૂણો અત્યંત સુંદર છે. ઉલ્લેખનીય છે કે સુઝૈન પોતાના ઘરને ‘ઘૌસલા’ (માળો) કહે છે.

તેનું આ ઘર જુહૂમાં 15મા માળે છે. સુઝૈને પોતનું ઘર 2 એપાર્ટમેન્ટને જોડીને બનાવ્યું છે. સુઝૈને પોતાના આલીશાન ઘર માટે ડાર્ક બ્લૂ અને ગ્રે કલરની થીમ ફાઇનલ કરી છે. તેના ઘરની બાલકનીથી સુંદર નજારો જોવા મળે છે. સુઝૈન ખાનના ઘરમાં એક મોટો લિવિંગ રૂમ છે. તેણે પોતાના ઘરમાં દરેક ચીજ માટે સ્પેસ આપી છે. આ ઘરમાં ક્યાંય પણ ઉભા રહીને આખા ઘરને જોઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન