Beautiful Photos Of Nia Sharma And Krystle Dsouza
  • Home
  • Featured
  • Photos: ટીવીની બે જાણીતી ‘બહેનો’એ કરાવ્યું હૉટ ફૉટોશૂટ, થર્મોમીટરનો પારો તૂટી જાય એવી તસવીરો

Photos: ટીવીની બે જાણીતી ‘બહેનો’એ કરાવ્યું હૉટ ફૉટોશૂટ, થર્મોમીટરનો પારો તૂટી જાય એવી તસવીરો

 | 6:05 pm IST

ટીવીની સુપરહિટ સિસ્ટર્સ નિયા શર્મા અને ક્રિસ્ટલ ડિસૂઝાની જોડીને ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. ટીવી શૉ ‘એક હજારો મે મેરી બહના હૈ’માં બંને બહેનોના પાત્રોમાં જોવા મળી હતી. ઑન સ્ક્રીન બનેલી બહેનોની આ જોડી આજે ફરી ચર્ચામાં છે. નિયા શર્મા અને ક્રિસ્ટલ ડિસૂઝા બંને સારા દોસ્ત છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર બંને એક્ટ્રેસ એક-બીજા સાથે પોતાની તસવીરો શેર કરે છે.

બંનેની હૉટ એન્ડ સિઝલિંગ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ

ક્રિસ્ટલ ડિસૂઝાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નિયા શર્માની સાથે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં બંને બાથટબમાં બેસીને ફોટોશૂટ કરતા જોવા મળી રહી છે. તસવીરોમાં એક જેવી વ્હાઇટ કલરની સાથે બાથરોબ પહેરેલી જોવા મળી રહી છે. બંનેની હૉટ એન્ડ સિઝલિંગ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ તો આખા ઇન્ટરનેટ પર પારો વધી ગયો. બંને એક્ટ્રેસની તસવીરોને ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. સાથે જ આના પર કૉમેન્ટ કરીને તેમની દોસ્તીની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

ક્રિસ્ટલ ડિસૂઝા ફેશન ચોઇસને લઇને ઘણી ગ્લેમરસ 

નિયા શર્માએ હાલમાં જ બંનેની એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી. નિયા શર્માની માફક ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝા પણ પોતાની ફેશન ચોઇસને લઇને ઘણી ગ્લેમરસ છે. ક્રિસ્ટલનું ઇન્સ્ટાગ્રામ આ વાતનો પુરાવો છે. ક્રિસ્ટલ ક્યારેય પણ પોતાના લૂક્સની સાથે એક્સપેરિમેન્ટ કરવામાં શરમાતી નથી.

આ વિડીયો પણ જુઓ: માસ્ક ના નામે દંડ ની ઉઘરાણી કરતો ઇસમ ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન