Beauty A stylish sandal has fallen from the 'Shoe Bite' stain
  • Home
  • Fashion & Beauty
  • સ્ટાઇલિશ સેન્ડલથી પડી ગયા છે ‘શૂ બાઇટ’ના નિશાન તો અજમાવો આ નુસખા

સ્ટાઇલિશ સેન્ડલથી પડી ગયા છે ‘શૂ બાઇટ’ના નિશાન તો અજમાવો આ નુસખા

 | 1:17 pm IST

સ્ટાઇલિશ ફુટવેર જોઇને દરેક મહિલાનું દિલ તેને ખરીદવા માટે લલચાઇ જાય છે. પરંતુ તે જ ફુટવેર જ્યારે પગના દુશ્મન બની જાય છે તો પગની સુંદરતા વધવાની જગ્યાએ તેને ઇજા થવા લાગે છે. કેટલીક વખત નવા સેન્ડલ કે જૂતા પહેરો તો તેનાથી પગના કેટલાક ભાગમાં ઇજા થાય છે. જેને શૂ બાઇટ કહેવામાં આવે છે. જોકે કેટલાક ઉપચાર કરવા પર આ સમસ્યા સારી થઇ જાય છે પરંતુ તેના નિશાન રહી જાય છે. આ કારણથી પગ ખૂબ ગંદા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરેલું ઉપચારથી કેવી રીતે આ ડાઘથી છૂટકારો મેળવી શકાય છે.

હળદર અને લીમડો
જો નવા સેન્ડલ કે જૂતા પહેરવા પર તમેન પગમાં ચાંદા કે શૂ બાઇટ થઇ જાય તો તેને પહેલા દવાની મદદથી સારું કરો અને ત્યાર પછી ઇજાના ડાઘ દૂર કરવા માટે લીમડો અને હળદરની પેસ્ટ બનાવીને તેની પર લગાવો. આ પેસ્ટને 20 મિનિટ સુધી લગાવી રાખો. તેનાથી ઘા પૂર્ણ રીતે સારો થઇ જશે અને તેના નિશાન પણ ગાયબ થઇ જશે.

ચોખા
ખાવામાં આવતા ચોખાથી પણ શૂ બાઇટના નિશાનને દૂર કરી શકાય છે. તેના માટે તમારે કાચા ચોખાને પીસીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ડાઘ વાળી જગ્યા પર લગાવીને 15 મિનિટ લગાવી રાખો. સૂકાઇ જવા પર તેને પાણીથી સાફ કરી લો અને થોડાક સમય માટે નવશેકા પાણીમાં પગને ડૂબાડી રાખો. થોડાક સમયમાં આ સમસ્યાથી તમને છૂટકારો મળી શકે છે.

કપૂર અને નારિયેળ
કપૂર અને નારિયેળનું તેલ કેટલીક વસ્તુઓ માટે લાભદાયી માનવામાં આવે છે. શૂ બાઇટથી થયેલી ઇજાના નિશાનને દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. આ તેલને ઇજા થયેલી જગ્યા પર લગાવો અને તેનાથી દુખાવાની સાથે-સાથે ડાઘ દૂર થશે અને ત્વચા મુલાયમ થઇ જશે.