Beauty Add this 1 item to the Coriander paste, no stains on the face
  • Home
  • Fashion & Beauty
  • કોથમીરની પેસ્ટમાં ઉમેરો આ 1 વસ્તુ, નહીં રહે ચહેરા પર ડાઘ

કોથમીરની પેસ્ટમાં ઉમેરો આ 1 વસ્તુ, નહીં રહે ચહેરા પર ડાઘ

 | 9:37 am IST

લીલી કોથમીરને તમે અત્યાર સુધી ચટણી માટે કે ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લીધી હશે, પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે લીલી કોથમીર તમારા ચહેરા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. તમે ઇચ્છો તો તેનો પેક બનાવીને તમારા ચહેરા પર એપ્લાય કરી શકો છો. જેનાથી તમારા ચહેરામાં ચમક આવી જશે અને સાથે ચહેરા પરના ડાઘના નિશાન પણ ગાયબ થઇ જશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કોથમીરનો પેક…

કોથમીર અને એલોવેરા

જો તમે તમારી ત્વચા પર વધતી ઉંમરની અસર ઓછી કરવા માંગો છો તો આ પેકનો ઉપયોગ કરી શકો છો. આ પેક કરચલી અને ફાઇન લાઇન્સને ઓછી કરવામાં મદદ કરે છે. જેના માટે તમે એલોવેરા જેલ અને પીસેલી કોથમીરને મિક્સ કરી પેક બનાવી શકો છો. જેને તમે તમારા ચહેરા પર લગાવી લો સૂકાઇ ગયા બાદ તેને પાણીની મદદથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમને ફરક જોવા મળશે.

કોથમીર અને લીંબુ

જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો કે બ્લેક હેડ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો તો લીમડાના ફેસપેક એક બેસ્ટ ઓપ્શન છે. કોથમીર તમારી ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને ત્વચાને ચમકીલી બનાવે છે. જેને બનાવવા માટે તમે કોથમીર પીસી લો અને તેમા અડધા લીંબુનો રસ નીચવી લો. તેને થોડીક વાર ત્વચા પર લગાવી લો અને પછી પાણીની મદદથી સાફ કરી લો.

કોથમીર અને દૂધ

જો તમે કુદરતી તમારી ત્વચામાં ચમક લાવવા માંગો છો તો કોથમીરને દૂધની સાથે મિક્સ કરીને લગાવો. કોથમીર ડેડ સ્કિન સેલ્સને બહાર નીકાળે છે અને દૂધ કુદરતી રીતે ત્વચાને ક્લીન કરે છે. જેના કારણથી ત્વચાને અંદરથી યોગ્ય રીતે સ્વચ્છતા થઇ શકે છે. આ પેકને બનાવવા માટે પહેલા કોથમરીને પીસી લો. અને તેમા દૂધ મિક્સ કરી લો. તે બાદ તેમા થોડૂંક દૂધ, મધ અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર પેસ્ટ બનાવી લો, હવે તેને ચહેરા પર લગાવી લો અને તે બાદ સાદા પાણીથી તેને ધોઇ લો.

આ પણ જુઓ :મોરારીબાપુના સમર્થનમાં આવીને કલાકારોએ એવોર્ડ વાપસી કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન