Beauty Add this to the coconut oil for black hair
  • Home
  • Fashion & Beauty
  • નારિયેળ તેલમાં ઉમેરો આ વસ્તુ, સફેદ વાળ થઇ જશે કાળા

નારિયેળ તેલમાં ઉમેરો આ વસ્તુ, સફેદ વાળ થઇ જશે કાળા

 | 4:46 pm IST

આજકાલ સફેદ વાળની સમસ્યાને લઇને દરેક લોકો પરેશાન રહે છે. નાના લોકોથી લઇને મોટા લોકો આ સમસ્યાથી પરેશાન છે. વાળને કાળા કરવા માટે લોકો અનેક પ્રકારના કલર, બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તેમા રહેલા કેમિકલ્સ વાળને નુક્શાન પહોંચાડે છે. તો કેટલાક કુદરતી ઉપાયથી તમે પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો આવો જોઇએ વાળને કુદરતી કઇ રીતે કાળા કરી શકાય.

સફેદ વાળ વાળની સમસ્યા દૂર કરવા માટે સૌથી અસરકારક ઉપાય નારિયેળનું તેલ છે. પરંતુ તમે તમારી તેલ માલિશને વઘારે અસરકારક બનાવવા માંગો છો અને વાળને સફેદ થવાથી રોકવા માંગો છો તો નારિયેળ તેલમાં આ ખાસ વસ્તુ જરૂરથી મિક્સ કરો.

– નારિયેળ તેલમાં સૂકા આંબળાના ટૂકડા ઉમેરીને ઉકાળી લો. ત્યાર પછી તે તેલ ઠંડુ ખવા પર તેને તમારા વાળમાં લગાવીને માલિશ કરો. વાળને ધોતા પહેલા એક કલાક રાખી મૂકો અને બાદમાં વાળ ધોઇ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં ઓછામાં ઓછુ એક કે બે વખત કરો.

– નારિયેળના તેલમાં થોડાક લીમડાના પાનને શ્યામ થવા સુધી ઉકાળો. ત્યાર પછી તેને ઠંડુ થાવા તમારા માથામાં અને વાળને આ તેલથી માલિશ કરો. વાળને ધોતા પહેલા 30-45 મિનિટ રાખી મૂકો.

– નારિયેળ તેલનો ઉપયોગ લીંબુના રસ સાથે પણ કરી શકાય છે. લીંબુનો રસ મિક્સ કરીને નારિયેળ તેલથી તમારા વાળ અને માથાની માલિશ કરો. આ તેલ લગાવ્યા બાદ આશરે એક કલાક બાદ તમારા વાળને ધોઇ લો. નારિયેળ તેલ સફેદ વાળનો વિકાસ થવાથી રોકે છે.