Beauty After waxing, itching can cause fall than Do deshi remedy
  • Home
  • Fashion & Beauty
  • વેક્સ કર્યા પછી ખંજવાળ આવવાથી પડી જાય છે લાલ નિશાન તો કરો બસ આટલું

વેક્સ કર્યા પછી ખંજવાળ આવવાથી પડી જાય છે લાલ નિશાન તો કરો બસ આટલું

 | 2:42 pm IST

મહિલાઓ તેમની સુંદરતાને લઇને કેટલીક બ્યુટી ટ્રીટમેન્ટ કરવા છે. જેમાથી મોટાભાગની છોકરીઓ વેક્સ કરાવતી હોય છે. જો કે વેક્સ કરાવ્યા પછી કેટલીક વખત છોકરીઓને ખંજવાળ આવાવની સાથે અનેક સમસ્યાઓ થવા લાગે છે.ખાસ કરીને તેમા ખંજવાળ આવવી, ફોલ્લીઓ થવી, ચકામા પડી જવા જેવી સમસ્યાઓ થા છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાઓને દૂર કરી શકો છો.

નારિયેળ તેલ અને ખાંડ

નારિયેળ તેલમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ સ્કિનને હાઈટ્રેટ પણ કરે છે. સ્કિનના અંદરના વાળને કાઢવા અને ખંજવાળ દૂર કરવા માટે અડધો કપ નારિયેળ તેલમાં 1 કપ ખાંડ મિક્સ કરો અને સ્ક્ર્બની રીતે પગ અને હાથ પર ઉપયોગ કરો. તેનાથી તમને ફાયદો થશે.

મધ

મધનો ઉપયોગ કરીને ખંજવાળને દૂર કરી શકાય છે. આ માટે 2 ચમચી મધ અને પાણી મિક્સ કરો. આ લેપને પ્રભાવિત જગ્યા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઇ લો.આ ઉપાય કરવાથી તમને થોડીક જ વારમાં ખંજવાળ આવતી બંધ થઇ જશે..

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે. આમ, જેને વેક્સ કરાવ્યા પછી ખંજવાળ અને સોજો આવતો હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. જેથી ટી ટ્રી ઓઇલના થોડાક ટીંપાને ગરમ પાણીમાં મિક્સ કરો અને એક સાફ કપડાને પલાળી ત્વચા પર ઘસો. આ પ્રક્રિયાને વેક્સ કર્યા પછી તરત જ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન