Beauty Aloe vera gel is extremely beneficial for dry skin
  • Home
  • Fashion & Beauty
  • ડ્રાય સ્કિન માટે ખૂબ જ લાભદાયી છે એલોવેરા જેલ, આ રીતે કરો ઉપયોગ

ડ્રાય સ્કિન માટે ખૂબ જ લાભદાયી છે એલોવેરા જેલ, આ રીતે કરો ઉપયોગ

 | 3:31 pm IST

ત્વચા અનેક પ્રકારની હોય છે. કેટલાક લોકો ઓઇલી ત્વચાથી પરેશાન છે તો કેટલાક લોકો ડ્રાય સ્કિનથી પરેશાન રહે છે. દરેક સ્કિન માટે બ્યુટી ટ્રીટમેન્ટ અલગ હોય છે. જેની ત્વચા ડ્રાય હોય છે તે લોકો જાણે છે કે ડ્રાય ત્વચાની સાથે કેટલી સમસ્યાઓ સહન કરવી પડે છે. ડ્રાય ત્વચા પર સમય-સમય પર મોઇશ્ચરાઇઝર લગાવવાની જરૂર પડે છે. પરંતુ ત્વચાને અંદર અને બહારથી પોષણ આપવા માટે કેટલાક પ્રાકૃતિક તત્વોની પણ જરૂરિયાત હોય છે. એવામાં તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. જે ત્વચા માટે બેસ્ટ છે. એલોવેરા જેલ ત્વચા માટે બેસ્ટ વિકલ્પ છે.

ડ્રાય ત્વચાના કારણ

ત્વચા ડ્રાય થવાનું મુખ્ય કારણ હવા છે. તે આપણી ત્વચાને પ્રાકૃતિક તેલ છીનવી લે છે અને તેને ડ્રાય બનાવે છે. તે સિવાય શરીર અને ત્વચાને હાઇડ્રેશનની ઉણપનું કારણ પણ ત્વચા ડ્રાય થઇ જાય છે. જ્યારે ત્વચાની સાચવણી નથી કરતા અને તેને પોષણ નથી મળતું તો તે ડ્રાય થઇ જાય છે. જેના માટે એલોવેરા બેસ્ટ છે.

એલોવેરા મોઇશ્ચરાઇજર કેવી રીતે બનાવાય

– એલોવેરા એક પ્રાકૃતિક હાઇડ્રેટિંગ એજન્ટ છે. એલોવેરા જેલ મોઇશ્ચારાઇજર બનાવવા માટે તમારે એલોવેરા જેલ, નારિયેળ તેલ અને બદામના તેલની મિક્સ કરી લો. હવે આ મિશ્રણને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

– એલોવેરા જેલમાં હીલિંગ અને સુદિંગ પ્રોપર્ટી હોય છે. તે ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને તેને ગ્લોઇંગ બનાવે છે. તેની કોઇ ખરાબ અસર નથી થતી. એટલું જ નહીં એલોવેરા જેલ ત્વચાની ચમકને પણ હળવી કરે છે અને ત્વચામાં તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે. એલોવેરા મોઇશ્ચરાઇઝરનો રોજ ઉપયોગ કરવા પર ચહેરામાં ચમક આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન