Beauty Before making hair color, know this special thing, otherwise ...
  • Home
  • Fashion & Beauty
  • વાળમાં કલર કરાવતા પહેલા જાણી લો આ ખાસ વાત, નહીંતર…

વાળમાં કલર કરાવતા પહેલા જાણી લો આ ખાસ વાત, નહીંતર…

 | 10:21 am IST

આજકાલ યંગસ્ટર્સને પોતાના માથાના વાળ જલદી સફેદ થવા લાગે છે.જેનું કારણ પ્રદૂષણવાળું વાતાવરણ સહિત શારીરિક વિટામિન્સની ઊણપ તેમજ જંક ફુ઼ડ અને બદલાતી લાઇફસ્ટાઇલને લઇને વાળ સફેદ થઇ જવાની સમસ્યા સામે આવે છે. જેથી વાળને કાળા કરવા માટે લોકો હેર કલરનો ઉપયોગ કરે છે. તેમજ વાળના રંગને બદલવા માટે અને હાઇલાઇટ કરવા માટે પણ અલગ-અલગ હેર કલર કરાવે છે. જ્યારે ઘણા લોકોને આ અંગે તેની યોગ્ય માહિતી ન હોવાથી તેનુ બરાબર પરિણામ મળતું નથી. જે કારણથી વાળમાં બરાબર કલર થતો નથી અથવા તો વાળમાંથી કલર જલદી ઉતરી જાય છે. જો તમે પણ હેર કલરનો ઉપયોગ કરતા હોવ તો આ વાત જાણી લો..

• વાળ પર કલર કરવા માટે કન્ડીશનર અને કોઇપણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ ન કરો. આમ કરવાથી હેર કલરનો રંગ બરાબર ચઢશે નહી.

• જો તમારા વાળમાં તમે મહેંદી લગાવી હોય અને તે બાદ તમે કલર કરાવશો તો તેના કલરની ઇફેક્ટ બરાબર આવશે નહીં. હેર કલર લગાવતા પહેલા મહેંદીનો કલર નીકાળી દો. મહેંદીનો રંગ ઉતારવા માટે પાણીમાં વિનેગર ઉમેરી વાળ ધુઓ. જેથી ઝડપથી વાળમાંથી મહેંદીનો કલર દૂર થશે.

• ઘણીવાર હેર કલરનો રંગ આઇ બ્રો તેમજ આઇ લેશેજ પર લાગી જાય છે. જેથી તેના વાળ સફેદ થવાનો ડર લાગે છે. હેર કલર લગાવતા પહેલા તેની પર વેસેલીન લગાવી લો. જેથી આ કલર આઇ બ્રો અને આઇલેશેજ પર લાગશે નહીં.

• હેર કલરને મિક્સ કર્યા તરત બાદ તેને વાળ પર લગાવી દો. વધારે સમય તેને રાખવાથી તેની અસર ઓછી થઇ જાય છે.

• ક્યારેય પણ બે પ્રકારની કંપનીના કલર એક સાથે મિક્સ કરીને ન લગાવશો. જેનાથી ઇન્ફેક્શન થવાનો ડર રહે છે.