ખીલ અને ડાઘ-ધબ્બાથી છૂટકારો અપાવશે કારેલાનો આ ફેસપેક - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ખીલ અને ડાઘ-ધબ્બાથી છૂટકારો અપાવશે કારેલાનો આ ફેસપેક

ખીલ અને ડાઘ-ધબ્બાથી છૂટકારો અપાવશે કારેલાનો આ ફેસપેક

 | 4:13 pm IST

કારેલા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમા અનેક પ્રકારના વિટામિન્સ અને ખનિજ રહેલા છે. સ્વાદમાં કડવા હોવાના કારણે ઘણા લોકો કારેલા ખાવાથી દૂર રહે છે. પરંતુ તેના તમામ ઔષધીય ગુણ કારેલાને ડાયેટમાં સામેલ કરવા માટે મજબૂર કરી દે છે. ત્વચા અને વાળ માટે પણ કારેલા ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ જો તમે તેની કડવાશના કારણે તેને ખાવાનું પસંદ નથી કરતા તો તમે તેનો ફેસ પેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. તો આવો જોઇએ કારેલાનો ફેસપેક કેવી રીતે બનાવી શકાય છે.

  • કારેલા અને કાકડીનો ફેસ પેકથી ત્વચામાં ચમક આવે છે. કારેલા અને કાકડને બ્લેન્ડરમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ માસ્કને ચહેરાને અને ગરદન પર 10-15 મિનિટ સુધી લગાવી રાખો. બાદમાં તેને પાણીથી ધોઇ લો. ગ્લોઇંગ ત્વચા માટે તમે આ ફેસ પેકનો દરરોજ ઉપયોગ કરી શકો છો.
  • નારંગીની છાલમાં ખીલ, ઓઇલ, ગંદકી અને બેક્ટેરિયાને દૂર કરવાની ક્ષમતા હોય છે. કારેલાની સાથે તેનો ઉપયોગ કરી તેનાથી ચહેરાની ચમક વધારી શકાય છે. તેના માટે થોડાક નારંગની છાલને બે દિવસ તડકામાં સૂકવી રાખો. કારેલામાંથી બીજ નીકાળીને તેને નારંગીની છાલની સાથે યોગ્ય રીતે પીસી લો. તમે આ મિશ્રણને સર્કુલર મોશમાં ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી મસાજ કરો. તે બાદ ગરમ પાણીથી ચહેરો બરાબર સાફ કરી લો.
  • કારેલા, લીંબુનો રસ અને ટામેટાનો રસ જ્યૂસરની મદદથી એક ટામેટાનો રસ નીકાળી લો. તેમાથી બીજને અલગ કરી લો. તેમા કારેલાનો રસ મિક્સ કરી લો. હવે એક વાસણમાં લીંબુના રસમાં કારેલાને રસને પણ મિક્સ કરી દો. આમ મિશ્રણને બરાબર મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવી લો.આખી રાત આ મિશ્રણને લગાવી રાખો. સવારે નવશેકા પાણીથી ચહેરા અને ગરદન ધોઇ લો.
  • કારેલાના પાનના ઉપયોગથી તમારી ત્વચા પર ચમક આવી શકે છે. તેના માટે કારેલાના પાનને બારીક પીસીને તેની પેસ્ટ બનાવીલો. આ પેસ્ટને ખીલ વાળી જગ્યા પર લગાવવાથી ખીલની સમસ્યાથી રાહત મળે છે. અઠવાડિયમાં 3-4 વખત આમ કરવાથી ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.