સ્વાદમાં જ નહી પરંતુ ત્વચા માટે પણ શ્રેષ્ઠ છે મીઠું - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • સ્વાદમાં જ નહી પરંતુ ત્વચા માટે પણ શ્રેષ્ઠ છે મીઠું

સ્વાદમાં જ નહી પરંતુ ત્વચા માટે પણ શ્રેષ્ઠ છે મીઠું

 | 3:55 pm IST

મીઠું સામાન્ય રીતે આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ શુ તમે જાણો છે કે મીઠું ફક્ત આપણા ભોજન માટે જ નહીં પરંતુ આપણી ત્વચા અને ચહેરા માટે પણ ખૂબ ઉપયોગી છે. મીઠું તમારી સુંદરતા વધારવામાં પણ મદદગાર રહે છે. તેમા એવા ગુણ છે જે ત્વચા માટે કોઇ કુદરતી ચમત્કારથી ઓછા નથી. તો આવો જોઇએ કેવી રીતે મીઠાની મદદથી ત્વચાની દરેક સમસ્યા દૂર કરી શકાય.

ચહેરા પરથી ટેનિંગ દૂર કરવા
અડધી ચમચી મધમાં બે ચમચી મીઠું ઉમેરીને તમારા ચહેરા પર લગાવી લો. થોડીક વાર ત્વચા પર આ પેસ્ટ લગાવી રાખો અને 5 મીનિટ બાદ નવશેકા પાણીથી તમારી ત્વચાને સાફ કરી લો. આમ અઠવાડિયમાં ઓછામાં ઓછુ બે વાર આ પ્રયોગ કરવાથી ચહેરા પરથી ટેનિંગની સમસ્યા દૂર થાય છે.

ચહેરાની ચમકમાં વધારો
કાચા દૂઘને ચહેરા પર લગાવીને રાખી મૂકો.તે બાદ મીઠાથી ધીમે ધીમે ચહેરાને રગડો જેથી દૂધ નીકળી જશે આમ કરવાથી ચહેરામાં ચમક આવવા લાગશે.

ખીલના ડાઘ થશે દૂર
એક ચમચી મીઠામાં એક ચમચી લીંબુમો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવીને રાખી મૂકો અને થોડીક વાર બાદ તેને ધોઇ લો. ધ્યાન રાખો કે બહુ વાર ચહેરા પર આ પેસ્ટ લગાવી ન રાખશો. કારણકે તેનાથી ત્વચા શુષ્ક થઇ શકે છે. આ પ્રયોગ કરવાથી તમારા ચહેરા પરથી ખીલના ડાઘ દૂર થઇ જશે. થોડાક દિવસ આમ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થશે અને ચહેરામાં ચમક પણ આવશે.

બેસ્ટ ટોનર
મીઠું એક સારું ટોનર છે. તે તમારી ત્વચામાંથી તેલ નીકાળીને તમારી ત્વચાને અંદરથી સાફ કરે છે. તેના માટે તમે એક કપ પામીમાં એક ચમચી મીઠું મિક્સ કરો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરી દો. તમે શુષ્ક ત્વચા પર સ્પ્રે કરી શકો છો. તમારી ત્વચા ચમક આવશે સાથે ત્વચા ગોરી થશે.