ત્વચાથી જોડાયેલી કેટલીક પરેશાનીને દૂર કરે છે 'ફટકડી' - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ત્વચાથી જોડાયેલી કેટલીક પરેશાનીને દૂર કરે છે ‘ફટકડી’

ત્વચાથી જોડાયેલી કેટલીક પરેશાનીને દૂર કરે છે ‘ફટકડી’

 | 3:42 pm IST

ફટકડીનો ઉપયોગ ત્વચાથી જોડાયેલી કેટલીક પરેશાની માટે કરવામાં આવે છે. ફટકડી બે પ્રકારની હોય છે એક લાલ અને એક સફેદ એમ બે કલરની હોય છે. ઘરમાં વધારે સફેદ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે કેટલાક હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદગાર છે. બ્યુટી અને સ્વાસ્થ્યથી જોડાયેલી નાની-મોટી પરેશાનીઓને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તો આવો જોઇએ તેના ફાયદા.

ચહેરાની કરચલી
ચહેરા પર કરચલી પડવી એ સામાન્ય વાત છે. જો તમે ચહેરાની કરચલીથી પરેશાન છો તો પામીમાં ચપટી ફટકડી ઉમેરીને ચહેરો ધોઇ લો. આમ કરવાથી ચહેરાની સમસ્યા દૂર થઇ જાય છે.

અણગમતા વાળ
મહિલાઓ અણગમતા વાળને લઇને ખૂબ પરેશાન રહે છે. જેથી અણગમતા વાળથી છૂટકારો મેળવવા માટે ફટકડીને ગુલાબજળમાં મિક્સ કરીને ત્વચા પર લગાવો. જેથી તમને અણગમતા વાળથી ઝડપથી છૂટકારો મળી શકે છે.

પરસેવાની દુર્ગંધ
ગરમીમાં પરસેવાની દુર્ગંધ આવવી એ એક સામાન્ય સમસ્યા છેય પાણીમાં ફટકડી ઉમેરીને સ્નાન કરવું જોઇએ. તેનાથી પરસેવાની દુર્ગંધ દૂર થશે.

ખોડો
ખોડાની સમસ્યા થવા પર લોકો કેટલાક પ્રકારના શેમ્પુનો ઉપયોગ કરે છે. આ શેમ્પુમાં રહેલા કેમિકલ્સથી વાળ કમજોર થવા લાગે છે. ફટકડીના પાણીથી વાળ ધોવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે.
યુરિન ઇન્ફેક્શન
ખરાબ ગારમેન્ટ પહેરવા કે કોઇ અન્ય કારણથી લોકોને યુરિન ઇન્ફેક્શનની સમસ્યા થવા લાગે છે. ફટકડીથી પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરવાથી યુરિન ઇન્ફેક્શનથી બચાવ થાય છે.