Beauty Benefits of Glycerin and rose water for dry skin in winter
  • Home
  • Fashion & Beauty
  • ગ્લિસરીન અને ગુલાબજળ ડ્રાય ત્વચા માટે છે અસરકારક, ચમકી જશે ચહેરો

ગ્લિસરીન અને ગુલાબજળ ડ્રાય ત્વચા માટે છે અસરકારક, ચમકી જશે ચહેરો

 | 10:26 am IST

શિયાળાની ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવું કોઇ સહેલું કામ હોતું. તમે તમારી ત્વચાને ડ્રાય થવાથી બચાવવાની કોશિશ કરો પરંતુ તે ડ્રાય થઇ જાય છે. ડ્રાય અને ફાટી ગયેલી ત્વચા જોવામાં ખૂબ ખરાબ લાગે છે. પણ જો તમે શિયાળામાં કોમળ ત્વચા મેળવવા માંગો છો તો આ વખતે શિયાળામાં ગ્લિસરીન અને ગુલાબજળનો ભરપૂર ઉપયોગ કરો. જેથી તમારી ત્વચા ડ્રાય નહીં થાય અને મુલાયમ રહેશે.

આ રીતે કરો ગ્લિસરીન અને ગુલાબજળનો ઉપયોગ

– ગ્લિસરીનની સાથે ગુલાબજળનો મિશ્રણથી તમારી ત્વચામાં ભેજની સાથે-સાથે ચમક પણ આવે છે. શિયાળામાં ડ્રાય ત્વચાથી તમે પણ પરેશાન રહો છો તો ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરીને સૂતા સમયે તમારી ત્વચા પર જરૂરથી લગાવો જેથી ત્વચા ડ્રાય થશે નહીં.

– આ મિશ્રણનો ત્વચા પર ઉપયોગ કરવાથી તમારી ત્વચાને ઋતુને અનુકૂળ સહેલાઇથી ઢાળી શકો છો. જે તમારી ત્વચાની ડ્રાયનેસ, મૃત ત્વચા અને અન્ય અનિયમિતતા દૂર કરીને કન્ડિશનિંગ કરે છે.

– વધતી ઉંમરના લક્ષણો ઓછા કરીને તે તમને જવાન દેખાવવામાં મદદ કરે છે. ગુલાબજળમાં એન્ટી એજિંગના ગુણ રહે છે અને ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી તમારી કરચલીની સમસ્યા દૂર કરી શકો છો.

– શિયાળાના દિવસમાં સાચવણી કરવા છતા પણ ત્વચા બેજાન અને ઢીલી થઇ જાય છે. તેનાથી બચવા માટે ગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ તમારી ત્વચાને ચમકદાર બનાવી દેશે.

– રાતના સમયે આ મિશ્રણનો ઉપયોગ તમરારી ત્વચાને ઠંડીના ખરાબ પ્રભાવથી બચાવે છે. સાથે જ ત્વચામાં ચિકાશ પ્રદાન કરે છે. જેનાથી ત્વચામાં ડ્રાયનેસ રહેતી નથી અને ચમક વધી જાય છે.