લીમડાના પાન ખીલથી લઇને ડાઘ-ધબ્બાની સમસ્યા કરશે દૂર - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લીમડાના પાન ખીલથી લઇને ડાઘ-ધબ્બાની સમસ્યા કરશે દૂર

લીમડાના પાન ખીલથી લઇને ડાઘ-ધબ્બાની સમસ્યા કરશે દૂર

 | 8:26 pm IST

લીમડાના પાનનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે પરંતુ વિટામીન એ અને સીના ગુણથી ભરપૂર લીમડાના પાનછી ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે લીમડાના પાનના ઉપયોગથી તમે ચહેરાની દરેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

– લીમડાના પાનને તડકામાં સૂકવી દો તે બાદ તેને પીસીને તેમા ગુલાબ જળ, મુલતાની માટી અને નારિયેલ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. અઠવાડિયામાં બે વાર સતત તેનો ઉપયોગ કરવાથી ત્વચા ગોરી બને છે.
– લીમડાના પાન અને હળદર પાઉડરને બરાબર પીસીને પેસ્ટ બનાવી લો. આ ડાઘ ધબ્બા અને ખીલ પર 25 મિનિટ પર લગાવી રાખો. તે બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. થોડાક દિવસ આમ કરવાથી ચહેરા પરના ખીલ ઝડપથી ગાયબ થશે.
– લીમડાના પાનને પીસીને મુલતાની માટીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવીને 20 મિનિટ લગાવીને રાખો. તે બાદ તેને નવશેકા ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના કાળા ડાઘ અને કરચલીઓની સમસ્યાથી છૂટકારો મળશે.
– શિયાળામાં ચહેરાની ખાસ કાળજી લેવા છતાં પણ ચહેરા પર શુષ્કતા આવી જાય છે. એવામાં શુષ્કતા દૂર કરવા માટે તમે લીમડાના પાન અને નારિયેલના તેલને ગરમ કરને ચહેરા તેમજ હાથ અને પગ પર માલિશ કરી શકો છો.
– લીમડામાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલના ગુણ સ્કિન ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરે છે. તેને પીસીને નિયમિત રીતે લગાવવાથી તમારી તમને સ્કિન ઇન્ફેક્શનથી છૂટકારો મળે છે.